એશિયન ગેમ્સ માટે ૩૬ રમતોમાં ૫૦૪ ખેલાડીની મંજૂરી મગાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, ઓગ્સ્ટ 2026  |   4851


આ વખતે, એશિયન ગેમ્સમાં ભારતનું દળ ગયા વખત કરતા ઓછો હશે. ભારતે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ૪૦ રમતોમાં ૬૬૧ સભ્યોની ટીમ ઉતારી હતી, પરંતુ આ વખતે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનએ ૩૬ રમતોમાં ૫૦૪ ખેલાડીઓને મેદાનમાં ઉતારવા માટે સરકારની મંજૂરી માંગી છે. આમાં ૨૭૫ પુરુષો અને ૨૨૯ મહિલાઓનો સમાવેશ થાય છે.

૫૦૪ ખેલાડીઓ, ૧૬૭ કોચિંગ અને સપોર્ટ સ્ટાફ અને ૬૮ વધારાના ટીમ અધિકારીઓ માટે મંજૂરી માંગવામાં આવી છે.. મ્ઝ્રઝ્રૈંએ ૧૦ સપોર્ટ સ્ટાફ સાથે ૧૫ સભ્યોની પુરુષ અને ૧૫ સભ્યોની મહિલા ટીમ મોકલવાનો ર્નિણય લીધો છે. દેશની સૌથી વધુ ૨૨ મેડલ જીતનાર શૂટિંગ ટીમમાં ૩૦ સભ્યોની ટીમ પણ છે, પરંતુ ૧૫ સભ્યોનો સપોર્ટ સ્ટાફ પણ માંગવામાં આવ્યો છે.

ફફજી લક્ષ્મણને શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ પુરુષ ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અંડર-૧૯ ટીમના ડેવલપમેન્ટ કોચ ઋષિકેશ કાનિટકર બેટિંગ કોચ રહેશે. અમોલ મુઝુમદાર મહિલા ટીમનું નેતૃત્વ કરશે.. મ્ઝ્રઝ્રૈં એ દરેક ૩૦ સભ્યોની ટીમ માટે ૧૦ સપોર્ટ સ્ટાફ ફાળવ્યા છે, જ્યારે વધારાના ટીમ અધિકારીઓ તરીકે ૧૦ વધારાના સપોર્ટ સ્ટાફની વિનંતી કરી છે. ૫૦૪ ખેલાડીઓ, ૧૬૭ સપોર્ટ સ્ટાફ અને ૬૯ વધારાના ટીમ અધિકારીઓ મળીને કુલ ૭૪૦ સભ્યોની ટુકડી બને છે. આમાં ચીફ ઓફ મિશન સહદેવ યાદવના નેતૃત્વ હેઠળ ૧૯ સભ્યોની ૈર્ંંછ ટુકડીનો પણ સમાવેશ થશે. ૈર્ંંછ ટુકડીમાં ચાર ડેપ્યુટી શેફ, ડૉ. દિનશા પારડીવાલાના નેતૃત્વ હેઠળ છ સભ્યોનો મેડિકલ સ્ટાફ અને બે પ્રેસ એટેચીનો સમાવેશ થાય છે. ૈર્ંંછ એ ભારતીય ટુકડીને એશિયન ગેમ્સમાં મોકલવાનો ખર્ચ રૂા.૨૨.૬ કરોડ અંદાજ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution