જાપાનમાં ૬.૮નો ભૂકંપ, મોલમાં અનેકના મોતની આશંકા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુલાઈ 2026  |   3069

જાપાનના દક્ષિણી કુમામોટો પ્રાંતમાં મંગળવારે ૬.૮ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. તીવ્ર આંચકા બાદ કાશિમા શહેરમાં સ્થિત એક શોપિંગ મોલનો બીજાે માળ ધરાશાયી થઈ ગયો, જેનાથી અનેક લોકોના મોતની આશંકા છે. અનેક લોકો ઘાયલ થયા છે.જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સાંજે ૪:૨૭ વાગ્યે આવ્યો હતો. કેન્દ્ર જમીનથી લગભગ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, પરંતુ લગભગ એક કલાક પછી તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.

ભૂકંપ બાદ તંત્રે સાવચેતીના ભાગરૂપે ક્યુશુ દ્વીપના ૧.૫ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં જવાનો નિર્દેશ આપ્યો છે. રાષ્ટ્રીય પ્રસારક NHKની તસવીરોમાં અનેક રસ્તાઓ અને પુલોમાં તિરાડો, ઈમારતોમાં આગ અને અન્ય નુકસાન દેખાઈ રહ્યું છે. સરકારે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવી દીધી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે.જાપાનની ન્યુક્લિયર રેગ્યુલેશન  IAEA X  પર પોસ્ટ કરીને કહ્યું, “અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.” ૨૦૧૧માં ૯.૧ તીવ્રતાના ભૂકંપ અને ત્યારબાદ આવેલી સુનામીને કારણે ફુકુશિમા દાઈચી પરમાણુ પ્લાન્ટના ત્રણ રિએક્ટરમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્યારથી જાપાનમાં દરેક મોટા ભૂકંપ દરમિયાન પરમાણુ પ્લાન્ટ્સની સુરક્ષા પર વિશેષ નજર રાખવામાં આવે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution