લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, નવેમ્બર 2026 |
3366
અમેરિકામાં ‘થેંક્સગિવિંગ’ના તહેવારની ઉજવણી વચ્ચે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના પૂર્વીય અને મધ્યપશ્ચિમ ભાગોમાં ત્રાટકેલા ભયંકર વાવાઝોડા, મુશળધાર વરસાદ અને દરિયાકાંઠાના પૂરે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. આ કુદરતી આફતને કારણે ૯ લાખથી વધુ ઘરો અને વ્યવસાયોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જ્યારે હવાઈ મુસાફરી ઠપ થતાં ૪૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે. ભારે પવન અને ખરાબ હવામાનના જાેખમને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કની જગવિખ્યાત વાર્ષિક ‘મેસીની થેંક્સગિવિંગ પરેડ’ શનિવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. આ પરેડના વિશાળકાય ફુગ્ગાઓ મુખ્ય આકર્ષણ હોય છે, પરંતુ તેજ પવનને કારણે અકસ્માતનો ભય હોવાથી આ ર્નિણય લેવાયો છે. પરેડના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં હવામાનને કારણે તે મુલતવી રાખવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે (અગાઉ માત્ર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્રણ વર્ષ પરેડ બંધ રહી હતી).
આયોજકોએ કલાકારો અને દર્શકોની સુરક્ષાને સર્વોપરી ગણાવી છે. ઉલ્લેખનીય છે કે ૧૯૯૭માં ભારે પવનને કારણે ૧૮ ફૂટ ઊંચું ‘કેટ ઇન ધ હેટ’ બલૂન લેમ્પપોસ્ટ સાથે અથડાતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ બેભાન થઈ ગઈ હતી, જેવી દુર્ઘટના ટાળવા આ તકેદારી લેવાઈ છે.
વીજળીની સ્થિતિ પર નજર રાખતી વેબસાઇટ ‘પાવરઆઉટેજ’ના આંકડા મુજબ, ભારે પવન અને વરસાદથી જમીન પોચી પડતા ઠેર-ઠેર વળક્ષો ઘરો અને વીજળીની લાઇનો પર ધરાશાયી થયા છે. જેના પરિણામે ૯,૦૦,૦૦૦થી વધુ ગ્રાહકો અંધારામાં ધકેલાયા છે.
સૌથી વધુ ગંભીર અસર પેન્સિલવેનિયા, મેરીલેન્ડ અને વર્જિનિયામાં જાેવા મળી છે. પરિસ્થિતિની ગંભીરતા જાેતા ન્યૂ જર્સીના ગવર્નર મિકી શેરિલે કટોકટીની સ્થિતિ (સ્ટેટ ઓફ ઇમરજન્સી) જાહેર કરી છે અને નાગરિકોને તૂટેલા વીજ વાયરોથી દૂર રહેવા તથા ફોન ચાર્જ રાખવા અપીલ કરી છે. બીજી તરફ, મેરીલેન્ડમાં પાણી પુરવઠો ખોરવાવાની આશંકાએ અંદાજે ૨૦ લાખ લોકોને નળના પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સૂચના અપાઈ છે અને જાેરદાર પવનને કારણે અનેક મોટા પુલ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. અમેરિકન ઓટોમોબાઇલ એસોસિએશનના અંદાજ મુજબ, રજાઓમાં ૮૧.૫ મિલિયન (૮ કરોડથી વધુ) અમેરિકનો મુસાફરી કરવાના હતા. પરંતુ તોફાને મુસાફરોના આયોજન પર પાણી ફેરવી દીધું છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર, ગુરુવારે સમગ્ર અમેરિકામાં ૪૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે અને ૨,૨૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે.