શોરૂમની સામે ક્રેનથી કાર લટકાવીને લખ્યું ૨૦ લાખ કા ડિબ્બા : લોકોમાં કુતૂહલ ફેલાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, જુલાઈ 2026  |   2574


રાજસ્થાઝનના ઝુંઝુનૂમાં ૨૧ વર્ષના તરુણ નાયક નામના યુવાનનું ૨૦ જુલાઈએ એક રોડ-અકસ્મામતમાં મૃત્યુ થયું. આ ભીષણ અકસ્માાતમાં કારનો કચ્ચુરઘાણ નીકળી ગયો હતો પરંતુ એમાંથી ઍરબેગ ખૂલી નહોતી. જાે ઍરબેગ હોત તો કદાચ યુવાનનું બચી જવું સંભવ હતું. તરુણ નાયક રેન્ટએલ કારનો વ્ય વસાય કરતો હતો અને તે ચાર દોસ્તોો સાથે સીકરથી ઝુંઝુનૂ પાછો જઈ રહ્યો હતો. એ દરમ્યાગન સ્કોર્પિયો અનિયંત્રિત થઈને વીજળીના થાંભલા સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ હતી. તરુણનું એમાં મૃત્યુ થયું અને એ ગાડીમાં સવાર અન્યળ ચાર લોકોને મામૂલી ઈજા થઈ હતી. તરુણે સીટબેલ્ટા લગાવેલો હતો, પરંતુ ઍક્સિીડન્ટ વખતે ઍરબેગ ન ખૂલતાં તેનું મૃત્યુઈ થયું હતું.

દીકરાના મૃત્યુ પછી પરિવારજનોએ સ્કોતર્પિયો કારની ખરાબ ઍરબેગ્સં પર ગુસ્સોે કાઢ્યોઍ હતો. પરિવારજનો શહેરના મહિન્દ્રી મોટર્સના શોરૂમ પર એ કારને લઈ ગયા હતા અને ક્રેનથી ૨૦ ફુટ ઊંચે લટકાવીને પ્રદર્શન કર્યું હતું. આ કાર પર લાલ રંગથી લખ્યુંગ હતું, ‘૨૦ લાખ કા ડિબ્બાઍ’, ‘મૌત કા સામાન’ અને ‘ખતરા’.જાે ઍરબેગ હોત તો કદાચ યુવાનનું બચી જવું સંભવ હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution