દિલ્હી-

લોકસભામાં ગત મહિને ત્રણ લેબર કૉડ્‌સનો માર્ગ મોકળો થયા બાદ રોજગાર મંત્રાલયે ઈન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કૉડ માટે ડ્રાફ્ટ રુલ્સનો પ્રથમ સેટ તૈયાર કરી દીધો છે. જેમાં 300થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપની સરકારની મંજૂરી લીધા વિના કર્મચારીઓને ગમે ત્યારે છૂટા કરી શકશે.

આટલું જ નહીં, 15 દિવસનો નોટિસ પિરિયડ પણ ઘણો માનવામાં આવશે. ડ્રાફ્ટમાં સંશોધન અંતર્ગત કર્મચારીઓને માટે હડતાલ કરવા સબંધિત પરિસ્થિતિઓમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ રુલ્સમાં મોટાભાગે સપર્ક-કૉમ્યુનિકેશન માટે ઈલેક્ટ્રોનિક મેથડ્‌સનો પ્રસ્તાવ છે. જેમાં તમામ ઔદ્યોગિક એકમો માટે ઈ-રજિસ્ટર મેન્ટેન કરવું ફરજિયાત છે. આ સાથે જ છટણીના સંદર્ભે કંપનીઓને ૧૫ દિવસ પહેલા નોટિસ, હટાવવા પર 60 દિવસ પહેલા નોટિસ અને કંપની બંધ કરવાના 90 દિવસ પહેલા નોટિસ આપવાની રહેશે. 

જાે કે નિયમોમાં મૉડલ સ્ટેન્ડિંગ ઑર્ડરને છોડી દેવામાં આવ્યો છે અને ટ્રેડ યુનિયનો માટે રુલ્સ બનાવવાનું રાજ્ય સરકાર પર છોડી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી 100થી ઓછા કર્મચારીઓ ધરાવતા ઔદ્યોગિક એકમો કે સંસ્થાઓ જ સરકારની મંજૂરી વિના કર્મચારીઓને રાખી કે હટાવી શકતા હતા. આ વર્ષની શરૂઆતમાં સંસદીય સમિતિએ 300થી ઓછો સ્ટાફ ધરાવતી કંપનીઓને સરકારની મંજૂરી વિના કર્મચારીઓની છટણી કરવા કે કંપની બંધ કરવાનો અધિકાર આપવાની વાત કહી હતી. કમિટીનું કહેવું હતું કે, રાજસ્થાનમાં પહેલાથી જ આ પ્રકારની જાેગવાઈ છે. જેનાથી ત્યાં રોજગારની વધ્યો અને છટણીના કેસો ઓછા થયા છે.