બેંગલુરુ-

લોકડાઉનને કારણે ઘણા લોકોએ નોકરી ગુમાવી છે. કપરા સંજાેગોમાં ઘર ચલાવવું પણ કેટલાક લોકો માટે મુશ્કેલ બનતાં કેટલાક કિસ્સામાં તો જેને જે કામ મળે તે કર્યા વિના છૂટકો નથી. જાેકે, આવી જ એક ઘટનામાં લોકડાઉનમાં બેકાર બનેલા પતિએ ગુજરાન ચલાવવા 'ડર્ટી જાેબ' શરુ કરી દીધી. કલાકો સુધી રુમનું બારણું બંધ કરી ફોન કે લેપટોપમાં ચોંટેલા રહેતા, અને હમણાં આવું છું તેમ કહી ગમે ત્યારે કલાકો માટે ગાયબ થઈ જતાં પતિ પર પત્નીને શંકા પણ ગઈ. જાેકે, પતિ નોકરી શોધવા પ્રયાસ કરતો હશે તેમ માની તે કંઈ બોલી નહીં.

આઈટી હબ તરીકે ઓળખાતા બેંગલુરુની આ ઘટનામાં લોકડાઉનમાં નોકરી ગયા બાદ બીજે ક્યાંય કોઈ કામધંધાનું ઠેકાણું ના પડતાં ૨૭ વર્ષના કાર્તિકે (નામ બદલ્યું છે) ઈન્ટરનેટના સહારે 'મેલ સેક્સ વર્કર'નું કામ શરુ કરી દીધું હતું. બેંગલોરમાં જ તેની અનેક ક્લાયન્ટ પણ બની ગઈ હતી. તે આખો દિવસ પોતાના લેપટોપ પર જ ચોંટેલો રહેતો હતો. જાેકે, તેણે આ અંગે પોતાની પત્ની સૌમ્યા (નામ બદલ્યું છે) કોઈ વાત નહોતી કરી. બીજી તરફ પત્નીને પણ એમ હતું કે પતિ કોઈ મહત્વના કામમાં લાગેલો હોવાથી તેને ડિસ્ટર્બ નથી કરવો.

સૌમ્યા અને ભાવેશના હજુ ૨૦૧૯માં જ લવમેરેજ થયા હતા. બંને એક જ કોલ સેન્ટરમાં કામ કરતાં હતાં. બે વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મેરેજ બાદ પણ બધું યોગ્ય રીતે જ ચાલી રહ્યું હતું. જાેકે, ૨૦૨૦માં કોરોનાની એન્ટ્રી થયા બાદ જાહેર કરાયેલા લોકડાઉને આ કપલની લાઈફ બદલી નાખી હતી. એક દિવસ અચાનક કાર્તિકને નોકરીમાંથી રુખસદ આપી દેવાઈ હતી. જેના કારણે બેંગલોર જેવા મોંઘા શહેરમાં કામધંધા વગર આ કપલ માટે ટકી રહેવું મુશ્કેલ બની ગયું હતું. આર્થિક મુશ્કેલીમાં આવી ગયેલા કાર્તિકે નોકરી શોધવા અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં તેને સફળતા નહોતી મળી.

આખરે નોકરીનો ક્યાંય મેળ ના પડતાં ઈન્ટરનેટના જાણકાર કાર્તિકે મેલ એસ્કોર્ટ તરીકે કામ શરુ કર્યું હતું. દેખાવમાં મોડેલ જેવા લાગતા કાર્તિકની જાેતજાેતામાં જ અનેક ક્લાયન્ટ બની ગઈ હતી. તે વિડીયો ચેટિંગ ઉપરાંત ફિઝિકલ સર્વિસ પણ પૂરી પાડતો હતો. જેના માટે તે એક કલાકના પાંચથી છ હજાર રુપિયા ચાર્જ કરતો. જાેકે, કાર્તિકની આ પ્રવૃત્તિથી તેની પત્ની સૌમ્યા સાવ અજાણ હતી. પરંતુ કાર્તિકના બદલાયેલા વર્તન અને તેના અચાનક જ ઘરમાંથી ગાયબ થઈ જવાની ઘટનાઓ વધતા સૌમ્યાને તેના પર શક પડ્યો હતો.

એક અહેવાલ અનુસાર એકવાર સૌમ્યાએ કાર્તિકની ગેરહાજરીમાં તેનું લેપટોપ ચેક કર્યું હતું. જેમાં તેને એક સિક્રેટ ફોલ્ડર દેખાયું હતું. સૌમ્યાએ ગમે તેમ કરી આ ફોલ્ડરને ઓપન કરી દેતા તેને કંઈક એવું જાેવા મળ્યું હતું કે તેને જાેતા જ તેના હોશ ઉડી ગયા હતા. તે ફોલ્ડરમાં તેના પતિના નગ્ન હાલતમાં અલગ-અલગ મહિલાઓ સાથે ઢગલાબંધ ફોટોગ્રાફ્સ હતા. જેને જાેઈ સમસમી ગયેલી સૌમ્યાએ કાર્તિક ઘરે આવ્યો તે સાથે જ તેની સાથે જાેરદાર ઝઘડો કર્યો હતો. કાર્તિકે પણ પોતે આ જ વ્યવસાય કેમ પસંદ કર્યો તેનો ખુલાસો ના આપી શકતા સૌમ્યાએ તેના પર મૂકેલો વિશ્વાસ ડગમગી ગયો હતો.

તે ઘટના બાદ સૌમ્યાએ કાર્તિકને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું, અને મામલો કોર્ટમાં પહોંચ્યો. ભણેલા-ગણેલા કપલ વચ્ચે સુલેહ થઈ જાય તે માટે તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું. જાેકે, સૌમ્યા પોતાના ર્નિણય પર અડગ રહી. કપલ વચ્ચે સમાધાન થવાની કોઈ શક્યતા ના લાગતા આખરે કોર્ટે તેમને છૂટાછેડા આપી દીધા. આમ, આ કપલના લગ્નજીવનનો માત્ર બે વર્ષમાં જ કરુણ અંત આવ્યો.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૦માં કહેર મચાવનારો કોરોના હવે ફરી માથું ઉંચકી રહ્યો છે. સતત વધતા કેસો વચ્ચે ફરી લોકડાઉન આવવું જાેઈએ તેવું કેટલાક લોકો માની રહ્યા છે, પરંતુ એક હકીકત એ પણ છે કે હજુય ઘણા લોકો ૨૦૨૦માં આવેલા લોકડાઉનને થયેલા નુક્સાનમાંથી બહાર નથી આવી શક્યા. કામધંધા ઠપ્પ થઈ જતાં અનેક લોકો ગુનાખોરીના રસ્તે પણ ચઢી ગયા હતા, તો ઘણાના ઘર પણ કોરોનાને કારણે ભાંગ્યા છે.