લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026 |
891
શહેરના હાથીજણ સર્કલથી રામોલ તરફ જવાના રસ્તા પર પુરઝડપે દોડતા એક કાળમુખા ટ્રકે મોટરસાયકલને પાછળથી જાેરદાર ટક્કર મારતાં બાઇક ચલાવી રહેલા આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર પાછળ બેઠેલાં તેમના પત્ની એટલે કે પચાસ વર્ષીય મહિલા અને તેમનો ૧૦ વર્ષનો પૌત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, ખેડાના વિજયનગર ઘોડાસર ખાતે રહેતા અને ઘરકામ કરતા પચાસ વર્ષીય મહિલા તેમના પતિ મેલાભાઈ અને પૌત્ર મિતુલ સાથે અમદાવાદના હાથીજણ ખાતે રહેતા તેમના બહેનના ઘરે આવ્યા હતા. તેઓ મોટરસાયકલ પર સવાર થઈ પરત ગામ જવા નીકળ્યા હતા. આ દરમિયાન એસપી રિંગરોડ પર મામાદેવ ધાબા સામેના કટ પાસેથી પસાર થતી વખતે પાછળથી પુરઝડપે આવેલા ટાટા ટ્રકના ચાલકે તેમની બાઇકને અડફેટે લીધી હતી.પ્રચંડ ટક્કરથી ત્રણેય રોડ પર પટકાયા હતા, જેમાં બાઇક ચાલક મેલાભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાને જમણા પગે ફ્રેક્ચર અને પૌત્ર મિતુલને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ એકત્ર થયેલા લોકોએ ઇજાગ્રસ્ત મહિલા અને બાળકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.હોસ્પિટલમાંથી મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે જે ટ્રાફિક પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (મ્દ્ગજી) ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તેમજ મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.