સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ૫૦૦૦ કિલો આરડીએક્સનો ધમકીભર્યો મેઇલ કરનાર પરપ્રાંતીય યુવક ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026  |   1188

અધિક પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત ૧૩મી જુલાઇનાં રોજ સાંજે સવા છ વાગ્યાનાં અરસામાં સુ૨ત ડિસ્ટ્રિક્ટ કોર્ટનાં ઈ-મેઈલ આઈ.ડી. ઉપર અજાણ્યાએ મેઇલ કર્યો હતો. જેમાં કોર્ટમાં ૫૦૦૦ કેજી આરડીએક્સ બોમ્બ એવું લખાયું હતું. આ મેઇલ બાદ પોલીસે કોર્ટ સંકુલમાં સઘન ચેકિંગ કર્યું હતું. આ સાથે લોકોમાં ભય અને અસલામતી ફેલાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ક૨વાના ઇરાદાથી ધમકી ભર્યો મેઈલ કરનારા સામે ભા૨તીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ-૩૫૧(૩), ૩૫૧(૪), ૩૫૩(૧)(બી), ૩૫૩(૨) તથા ઘી ઇન્ફર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૦૮ ની કલમ-૬૬(એફ)(૨) મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ હતી.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર કે. પી. ગામેતી તથા ટેકનિકલ ટીમ દ્વારા મેઇલ કરાયો હતો એ ડિવાઇસનાં આઇપી એડ્રેસ તથા સર્વર ટ્રેસ કરવા માંડ્યું હતું. જેમાં મળેલી માહિતીનાં આધારે આ મેઇળ કરનાર ૨મણ રામબાબુ સતન મિશ્રા (ઉ.વ.૩૬, ૨હે, ક્રિષ્નકુંજ બિલ્ડિંગ, બહુચર નગર, પ્રાણનાથ હોસ્પિટલ પાસે, વેડ રોડ, કતારગામ)ને ઝડપી લીધો હતો. બિહારનાં દરબંગા જિલ્લાનાં ધનુવારા ગામના વતની રમણ મિશ્રાની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, તે દસેક વર્ષથી સુરતમાં રહી હીરાની મજુરી કરતો હતો.

છેલ્લા ઘણાં સમયથી તે હીરાની મજુરી કે અન્ય કોઈ કામધંધો કરતો ન હતો. ઘરે બેસી તે યુટ્યુબ પર ખાન સ૨નાં ઓનલાઈન ક્લાસીસ જાેતો હતો. સતત રીલ્સ જાેઇને તે જુદા જુદા એઆઇ પ્લેટફોર્મ ૫૨ કન્ટેન્ટ બનાવવાનું શીખતો હતો. પોતાના મોબાઈલનો ઈન્ટરનેટ ડેટા પુરા થાય એટલે તે એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય મજુરી કામ ક૨તા મિત્રોનાં મોબાઈલનું હોટસ્પોટ લઇ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખતો હતો. રીલ્સ જાેતા જાેતા તે ધમકી ભર્યા ઇ-મેઇલ ક૨વા પ્રેરાયો હતો. તેના મોબાઇલ ફોનમાંથી સુપ્રીમ કોર્ટને મોકલવા માટે અંગ્રેજ હમારે કન્ટ્રી કો બરબાદ કર કે ગયે હે એવું લખેલો મેઇલ ડ્રાફ્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસે રમણ મિશ્રાને કોર્ટમાં રજૂ કરી બોંબથ્રેટની તપાસ માટે બીજી તારીખ સુધીનાં રીમાન્ડ મેળવ્યા હોવાનું પણ જાણવા મળે છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution