લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ઓગ્સ્ટ 2026 |
7425
જમ્મુ-કાશ્મીર પોતાની મનમોહક ખીણો અને સુંદરતા માટે વિશ્વભરમાં ખાસ ઓળખ ધરાવે છે. આ જ સુંદરતા પ્રવાસીઓને અહીં આવવા માટે પ્રેરિત કરે છે. પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ છેલ્લા ૩ દાયકાથી વધુ સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓથી પણ પીડિત રહ્યો છે. જાેકે પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો હતો, અને પ્રવાસીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી હતી, પરંતુ ગયા વર્ષે પહેલગામ આતંકવાદી હુમલાના કારણે સ્થિતિ બગડી ગઈ, અને પ્રવાસીઓ ફરી એકવાર અહીં આવવાનું ટાળવા લાગ્યા.
કેન્દ્ર સરકારે લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ગયા વર્ષે ૨૦૨૫માં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. તો વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં અહીં આવતા દેશી પ્રવાસીઓની સંખ્યામાં લગભગ ૨૩ ટકાનો ઘટાડો થયો છે, અને ૪૪ ટકાથી વધુ વિદેશી પ્રવાસીઓ ઓછા થયા છે.
છેલ્લા એક દાયકામાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો અને પરિસ્થિતિ બદલાવાને કારણે ધીમે ધીમે જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી હતી.