લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2026 |
3465
ભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને વીર ચક્ર વિજેતા અભિનંદન વર્ધમાન હવે ગોવા સ્થિત પ્રાદેશિક એરલાઇન ‘હ્લઙ્મઅ૯૧’ સાથે પાયલોટ તરીકે જાેડાઈ ગયા છે. વર્ષ ૨૦૧૯માં પાકિસ્તાની ફાઇટર જેટ F-16 ને તોડી પાડવા અને પોતાની શૌર્યગાથાથી દેશનું નામ રોશન કરનાર અભિનંદન વર્ધમાને ભારતીય વાયુસેનામાંથી નિવૃત્તિ લીધા બાદ હવે કોમર્શિયલ એવિએશન ક્ષેત્રે નવી સફરની શરઆત કરી છે.
ભારતીય વાયુસેનાના બહાદુરપૂર્વ ગ્રુપ કેપ્ટન અને વીર ચક્ર વિજેતા અભિનંદન વર્ધમાને સૈન્ય સેવા પૂર્ણ કર્યા બાદ હવે ગોવાની રિજિયોનલ એરલાઇન ‘ફ્લાય૯૧’માં પાયલોટ તરીકે કામકાજ શરૂ કર્યું છે. ૨૦૧૯માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી હવાઈ લડાઈ દરમિયાન તેમણે પોતાના મિગ-૨૧ બાઈસન વિમાનથી પાકિસ્તાનનું અત્યાધુનિકF-16 વિમાન તોડી પાડ્યું હતું, જેના કારણે તેઓ વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યા હતા. આ પરાક્રમ બદલ તેમને ભારત સરકાર દ્વારા યુદ્ધ સમયના ત્રીજા સૌથી મોટા વીરતા પુરસ્કાર ‘વીર ચક્ર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.જ્યારે તેમણે પાકિસ્તાની વિમાનને ધ્વસ્ત કર્યું ત્યારે તેમના પોતાના વિમાન પર પણ મિસાઈલ હુમલો થયો હતો.