નેપાળમાં 1000+ મોત, તિબેટમાં માત્ર 16! 300 ઘર તબાહ છતાં આંકડા કેમ છુપાયા?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, સપ્ટેમ્બર 2026 | 1782
નેપાળ-તિબેટ સરહદ પર આવેલા ભયાનક પૂરે બંને તરફ ભારે તબાહી મચાવી છે. નેપાળમાં 1000થી વધુ લોકોનાં મોત અને હજારો લોકો ગુમ હોવાના અહેવાલો વચ્ચે હવે તિબેટમાં થયેલા નુકસાનને લઈને પણ સવાલો ઊભા થયા છે.
ચીનના સત્તાવાર આંકડા મુજબ તિબેટમાં પૂરના કારણે 16 લોકોનાં મોત થયા છે અને 546 લોકો ગુમ છે. બીજી તરફ International Campaign for Tibetએ લગભગ 300 ઘરો નાશ પામ્યા હોવાનો દાવો કર્યો છે.
ગ્યિરોન્ગ બંદરના વાયરલ CCTV ફૂટેજમાં પૂરની ભયાનક અસર જોવા મળી રહી છે. જેના કારણે તિબેટમાં વાસ્તવિક નુકસાન અને માહિતીની પારદર્શિતાને લઈને ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ કરવી મુશ્કેલ છે.