/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

બીગ-બી સહિત અભિષેક પણ કોરોના પોઝિટિવ,જાણો અન્ય પરિવારના રિપોર્ટની સ્થિતિ

અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા છે. અમિતાભને શનિવારે રાત્રે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા.  બિગ-બી સંક્રમિત થયા પછી તેમના પરિવાર અને સ્ટાફનો પણ ટેસ્ટ કરાયો હતો. અમિતાભને કોરોના સંક્રમણના લક્ષણ છે કે નહીં, એ વિશે હજુ કશું સ્પષ્ટ નથી.

હોસ્પિટલ સૂત્રોના જણાવ્યાનુસાર, તેમની તબિયત સારી છે. તેઓ ઝડપથી સાજા થઈ જશે. અમિતાભે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હોસ્પિટલ પણ સંબંધિત ઓથોરિટીને સૂચિત કરી રહી છે. મારા પરિવાર અને સ્ટાફના પણ ટેસ્ટ કરાવાયા છે. તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરું છું.

પરિવારના અન્ય સદસ્ય જેમ કે, જયા બચ્ચન,એશ્ર્વયા રાય બચ્ચન અને આરાધ્યાના કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

 તેમને કોરોના વાઈરસનું વધારે ઈન્ફેક્શન નથી, પણ તેમની મેડિકલ હિસ્ટ્રી જોતા વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. તેમનું ઓક્સિજન સ્તર ઓછુ હતું. બચ્ચનના લીવર અને કીડનીને લગતી સમસ્યા છે. અમિતાભના જલસા અને પ્રતિક્ષા બંગલાને સીલ કર્યા પછી સેનેટાઈઝ કરાશે. મોડી રાત્રે બીએમસીની ટીમ તેમના ઘરે પહોંચી ગઈ હતી. મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે આસપાસના ઘર સંક્રમણમુક્ત કરાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution