મુંબઇ

અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. જે બાદ તેને અદાલતે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આજે રાજની મેડિકલ ટેસ્ટ ફરીથી કરવામાં આવી છે.


મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ હોસ્પિટલની બહારથી રાજની તસવીરો બહાર આવી છે.


 પોલીસ ટીમે તેને તેની વાનમાં બેસાડીને લઈ જતા જોયો હતો.


 આ કેસમાં રાજની સાથે 11 વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ કુંદ્રાને આવતીકાલે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.


અહેવાલો અનુસાર, મુંબઇ પોલીસે રાજ કુંદ્રાને મુખ્ય ષડયંત્રકાર તરીકે નામ આપ્યું છે. તેમના ફોન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કબજે કરવામાં આવી છે.