મુંબઈ 

અક્ષય કુમારે એક વીડિયો શૅર કરીને તેના ફેન્સ અને ફોલોઅર્સને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે યોગદાન આપવાની અપીલ કરી હતી. આ વીડિયોમાં તે એમ કહેતો જોવા મળ્યો હતો કે, 'ગઈ કાલે રાત્રે હું મારી દીકરીને એક સ્ટોરી સંભળાવી રહ્યો હતો. તમે સાંભળશો? એમ હતું કે, એક બાજુ વાનરોની સેના અને બીજી તરફ હતી લંકા તેમજ એ બંનેની વચ્ચે મહાસમુદ્ર. વાનરસેના મોટા મોટા પથ્થર દરિયામાં ફેંકતા હતા. કેમ કે, રામ સેતુનું નિર્માણ કરીને સીતા માતાને પાછા લાવવાના હતા. પ્રભુ શ્રીરામ કિનારા પર બેસીને આ બધું જોતા હતા. ત્યારે જ તેમની નજર એક ખિસકોલી પર પડી હતી.

આ ખિસકોલી પણ રામ મંદિરના નિર્માણમાં પોતાનું નાનકડું યોગદાન આપી રહી હતી. હવે આપણો ટર્ન છે. અયોધ્યામાં આપણા શ્રીરામનું ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. આપણામાંથી કેટલાક વાનર બને, કેટલાક ખિસકોલી બને, અને પોતપોતાની ક્ષમતા અનુસાર ઐતિહાસિક અને ભવ્ય રામ મંદિર બનાવવા માટે યોગદાન આપે. હું પોતે એની શરૂઆત કરું છું. મને વિશ્વાસ છે કે, તમે પણ મારી સાથે જોડાશો. જેથી આગામી જનરેશન્સને આ ભવ્ય મંદિરથી મર્યાદાપુરુષોત્તમ ભગવાન રામના જીવન અને મેસેજ પર ચાલવાની પ્રેરણા મળતી રહે. જય શ્રી રામ.'