મુંબઇ-

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ સંલગ્ન ડ્રગ્સ કેસ માં પોતાની તપાસનો દાયરો વધારતા નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ સમન પાઠવ્યુ છે. NCB દીપિકાની શનિવારે પૂછપરછ કરશે. આવામાં દીપિકાના પતિ અને બોલિવુડ અભિનેતા રણવીર સિંહે કથિત રીતે NCBને પૂછ્યું છે કે શું તેઓ બોલિવુડ ડ્રગ્સ મામલે પૂછપરછ દરમિયાન તેની પત્ની સાથે ઉપસ્થિત રહી શકે છે? 

NCBને આપેલી એક અરજીમાં રણવીર સિંહે કહ્યું છે કે દીપિકા પાદુકોણ ક્યારેક ક્યારેક ચિંતાગ્રસ્ત થઈ જાય છે, ગભરાય છે. આથી તેની સાથે રહેવા માટે મંજૂરી મળવી જોઈએ. રણવીરે કહ્યું કે તે કાયદાનું પાલન કરનાર નાગરિક છે અને જાણે છે કે દીપિકાની પૂછપરછ દરમિયાન તે ઉપસ્થિત રહી શકે નહીં પરંતુ આ તેની ભલામણ છે કે NCB કાર્યાલયની અંદર તેને જવાની મંજૂરી મળવી જોઈએ. જો કે હજુ સુધી રણવીર સિંહની અરજી પર NCB દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી.

દીપિકા પાદુકોણ વિરુદ્ધ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોને એક ડ્રગ્સ ચેટ મળી હતી. આ ડ્રગ્સ ચેટ 28 ઓક્ટોબર 2017ની છે. NCBને મળેલી આ ચેટમાં દીપિકા પોતાની મેનેજર કરિશ્મા પ્રકાશ પાસે હશીશ નામના ડ્રગ્સની માગણી કરે છે