સૂત્રોના મતે, કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે. કોરોનાએ હવે બૉલીવુડ સ્ટારોના ઘરે દસ્તક દીધી છે, અમિતાભ બચ્ચન તથા તેના પરિવાર તેના બાદ રેખાના ત્યાં 5 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારા અલી ખાન ના ડ્રાઈવરને પણ કોરોના પોઝિટિવએ આવ્યો છે.

થોડાં દિવસ પહેલાં જ રેખાના સિક્યોરિટી ગાર્ડનો રિપોર્ટનો પોઝિટિવ આવ્યો હતો. તેને તરત જ ક્વૉરન્ટીન સેન્ટર મોકલી દેવામાં આવ્યો હતો અને BMCએ રેખાના બંગલાને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યો હતો.હજી ફરહાન ખાનનો ટેસ્ટ કરાવવાનો બાકી છે.

જોકે, BMCએ ફરહાનના બંગલાને પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી દીધો છે. બીજી બાજુ રેખાએ પોતાના ઘરને સેનિટાઈઝ કરાવવાની તથા કોરોનાનો ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી છેહાલમાં જ ફરહાને પોતાની ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’ને નવ વર્ષ પૂર્ણ થતાં ટ્વીટ કરી હતી. આ ફિલ્મમાં રીતિક રોશન, અભય દેઓલ તથા કેટરીના કૈફ લીડ રોલમાં હતાં.

હવે, ફરહાન અખ્તરના સિક્યોરિટી ગાર્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ફરહાનનો બંગલો રેખાના ઘરની બાજુમાં જ છે. તાજેતરમાં જ સારાએ સોશિયલ મીડિયામાં પોતાના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ કરી હતી. પરિવાર તથા બાકીના સ્ટાફ મેમ્બર નેગેટિવ હોવાનું પણ કહ્યું હતું. ભૂતકાળમાં બોની કપૂર, કરન જોહર, આમિર ખાનના સ્ટાફ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા હતાં.