મુંબઈઃ

ઈન્ડસ્ટ્રીની દમદાર અભિનેત્રીઓ ઘણી વાર પોતાની ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોને દીવાના બનાવતી રહે છે. હાલમાં પણ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. અમે વાત કરી રહ્યા છે ફિલ્મ 'વૉર'થી ધમાકો કરનારી વાણી કપૂરની જેણે હાલમાં જ એક હૉટ એન્ડ સેક્સી ફોટો શેર કર્યો છે. તેને જ્યારે પણ કોઈ ફિલ્મમાં જોવામાં આવે છે ત્યારે તેના પર નજર અટકી જાય છે. 


ફોટામાં વાણી કપૂર પિંક કલરની બિકિનીમાં જોવા મળી રહી છે અને સનસેટ એન્જૉય કરતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ફોટા સાથે તેે કેપ્શન લખ્યુ છે... 'સનસેટ અને પડછાયો'. જેવો આ ફોટાને વાણી કપૂરે શેર કર્યો એટલે ફેન્સ તેના પર રિએક્ટ કરી રહ્યા છે અને થોડા સમયમાં જ ઘણા લાઈક્સ ફોટા પર આવી ચૂકી છે. 

વાણી કપૂરે અમુક ફિલ્મો કરી છે પરંતુ તે દરેક ફિલ્મમાં પોતાની છાપ છોડવા માટે માહેર માનવામાં આવે છે. ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ સ્ટારર વૉરમાં તેનો રોલ ઘણો નાનો હતા પરંતુ તેણે પોતાના લુક્સ અને અભિનયથી એ સીન્સને દમદાર બનાવી દીધા.