વડોદરા, તા.૧૩

સંભવીત બિપરજાેય વાવાઝોડાને પગલે વડોદરા કોર્પોરેશનનું તંત્ર સતર્ક બન્યું ખરું, જાેખમી વૃક્ષોનું ટ્રીમીંગ કર્યું, હોર્ડીંગ્સ ઊતાર્યાં તેમજ પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારી કરી લીધી, પણ વાવાઝોડાની અસર વિષે શહેરીજનોમાં જાગૃતતા લાવવાનું કામ સોશિયલ મીડિયાના સહારે છોડી દીધું છે! વડોદરામાં પણ વાવાઝોડાની અસર વર્તાય અને પવન સાથે વરસાદ થવાની શક્યતા છે ત્યારે જાે તેજ પવન સાથે વરસાદ થાય તો લોકોએ શું કરવંુ અને શું નહીં કરવું તે માટે પાલિકા તંત્ર શહેરીજનોને જાગૃત કરવા એક પણ પ્રયાસ કર્યો નથી. એમ કહો કે, લોકો સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યું છે. માત્ર સોશિયલ મીડિયાના માધ્યમ ાી લોકોને સૂચના આપવામાં આવી રહી છે.

ગુજરાતમાં આગામી તા.૧૫ના રોજ બિપરજાેય વાવાઝોડું આવવાની શક્યતા સંદર્ભે મ્યુનિ. કમિશનર દિલીપકુમાર રાણાએ આજે ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી, જેમાં બિપરજાેય વાવાઝોડા સામે તકેદારીના પગલાં ભરવા તેમજ અને સંભવિત વાવાઝોડા દરમિયાન નુકસાનને અટકાવવા માટે પૂર્વ તૈયારી કરવા પણ સૂચના આપી હતી. મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાથે સંભવિત વાવાઝોડા દરમિયાન કામગીરી કરવા પણ જણાવ્યું છે. ફાયર બ્રિગેડને એલર્ટ કરવામાં આવ્યું છે.

આ વિશે મ્યુનિ.કમિશનરે કહ્યું હતંુ કે, સંભવિત વાવાઝોડાથી વડોદરા ખાસ પ્રભાવિત થવાનું નથી છતાં તકેદારીના ભાગરૂપે છેલ્લાં બે ત્રણ દિવસમાં બેનર્સ, હોર્ડીંગ્સ વગેરે ઉતારી લેવામાં આવ્યા છે. ઉપરાંત વૃક્ષોના ટ્રીમીંગની કામગીરી પણ કેટલાક દિવસથી ચાલુ છે. સાથે જિલ્લા કલેક્ટર તેમજ એનડીઆરએફ સાથે પણ પાલિકા તંત્ર સંકલનમાં છે.

જાેકે, તંત્ર દ્વારા તો તકેદારી સાથે કામગીરી કરાઈ રહી છે, પરંતુ પવન સાથે વરસાદ થાય તો લોકોએ શું તકેદારી રાખવી તે માટે લોકો સુધી પહોંચવામાં કે લોકોને શું કરવું અને શું ન કરવું તે માટે અવગત કરાવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ રહ્યું છે. માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જ એલર્ટ કરવામાં આવી રહ્યા છે.

વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓની રજા

રદ્દ કરાઈ

સંભવિત બિપરજાેય વાવાઝોડાની શક્યતા વચ્ચે વડોદરા કોર્પોરેશનનું ફાયર બ્રિગેડનું તંત્ર સજ્જ બન્યું છે. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે કહ્યું હતંુ કે, ફાયર બ્રિગેડ વિભાગ તમામ સાધન સામગ્રી સાથે સંપૂર્ણ સજ્જ છે. ફાયર વિભાગને એલર્ટ કરવાની સાથે તમામ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી હોવોનું કહ્યું હતું.

અલીરાજપુરમાં ઝાડની ડાળી પડતાં બે નાના ભાઈ, બહેનનાં મોત

મધ્યપ્રદેશના અલીરાજપુર નાં ચીખોડા ગામે રહેતા મુનિયા કનેશ તેના પત્ની અને તેના બે બાળકો વિકાસ મુનિયા ઉ.વ.૬ તથા પુત્રી આશા મુનિયા ઉંમર વર્ષ આઠ લઈને બાઈક ઉપર મજૂરી કામ માટે નસવાડી ગામ તરફ આવી રહ્યા હતા તે વખતે અચાનક વાવાઝોડું ફૂકાતા વાવાઝોડાના પવન અને કારણે ગેંગડીયા ગામ રોડ ઉપર આવેલ ઝાડની એક ડાળી તૂટીને બાઈક ઉપર પડી હતી. જેમાં બાઈક સવાર કનેસ દંપત્તિ સહિત બંને નાના ભાઈ બહેનને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આ બનાવવામાં વિકાસ મુનિયા ને ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટના સ્થળ પર જ મોત‌ નિપજાે હતું. પુત્રી આશાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેણીનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

શાળાઓમાં રજા બાબતે કોઈ સૂચના નથી ઃ ડીઈઓ

બિપરજાેય વાવાઝોડાને કારણે રાજ્યભરની વિવિધ શાળાઓમાં સાવચેતી બાબતે તેમજ રજાના બાબતે ડીઈઓ કચેરીથી સૂચના આપી દેવામાં આવી છે ત્યારે વડોદરાના ડીઈઓએ જણાવ્યું હતું કે, દરીયા કાંઠા પાસે આવેલી શાળાઓને સૂચના આપવામાં આવી છે વડોેદરામાં એવો માહોલ સર્જાય તેમ લાગતું નથી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ કોઈ સૂચન કરવામાં આવ્યું નથી.

વાવાઝોડું આવવાનું છે, પણ વડોદરામાં તંત્ર તરફથી કોઈ સૂચન કે માહિતી નથી

વડોદરામાં વાવાઝોડા બાબતે કોઈ જાગૃકતા ફેલાવવામાં કે એના પ્રચાર પ્રસારની કોઈ કામગીરી થયેલી જણાતી નથી. હા, ટેલિવિઝન અને અખબારો થકી એની જાણ થઇ છે. એટલે અમારા પરિવારે આ સમય દરમ્યાન બહાર નીકળવાના પ્રોગ્રામ રાખ્યા નથી. ઘરમાં રહીને જ અમારી સલામતી જાળવીશું. પાલિકા કે અન્ય સ્થાનિક તંત્રએ જેઓ અશિક્ષિત છે, એમને જાગૃત કરવા પ્રચાર પ્રસાર કર્યો હોત તો લેખે લાગત. બધું રામભરોસે છોડવાની તંત્રની આદત જાેખમી છે. - મહેશભાઈ પરમાર, નાગરિક

નાગરિકોને જાગૃત કરવા બાબતે તંત્ર ફેલ

રાજ્યમાં ભયાનક વાવાઝોડાનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરને અસર થવાની શક્યતાને નકારી શકાય તેમ નથીક, તેમ છતાં પણ સ્થાનિક પ્રશાસન દ્વારા નગરવાસીઓમાં વાવાઝોડાની પરિસ્થિતિ સામે શું પગલાં લેવા કે લોકોએ શું કરવું તે માટેની જાગૃતતા માટે અવગત કરવામાં આવ્યું નથી, જે તંત્રની ઉદાસીનતા જાેવાં મળી છે. - હિતેષ પટેલ, નાગિરક, હરણી

પાલિકા દ્વારા કોઈ પણ માહિતી મળી નથી

ઝાડ નીચે ન ઉભું રહેવું તેમજ હોર્ડિગ્સ હોય ત્યાં ન ઉભુ રહેવું તેવા સૂચનોથી માહિતગાર છે. આ સૂચન સમાચાર પત્રોથી તેમજ ચેનલોના માધ્યમથી મળ્યા છે, પરતું પાલિકા દ્વારા કોઈ પણ માહિતી મળી નથી. અને જો કોઈ જાનહાનિ થાય તો કોણે સંપર્ક કરવો તેની અમને કોઈ જાણકારી મળી નથી.

- ચિરાગ રાઠવા, નાગિરક, કમલાનગર

જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત કરાયો

બિપરજાેય વાવાઝોડાના લઇને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેથી કોઇપણ જીલ્લામાથી સહાય મેળવવા માટે ૧૦૭૭ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકશે. તંદઉપરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં વડોદરા માટે ૦૨૬૫-૨૪૨૭૫૯૨ જાહેર કરવામાં આવ્યો છે.

શક્તિપીઠ પાવાગઢ ખાતે રોપવે સેવા ચાર દિવસ બંધ

બિપરજાેય વાવાઝોડાને લઇને યાત્રાળુઓની સલામતી માટે ઉષા બ્રેકો દ્વારા એક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યો છે. જેમા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે રોપવે સેવા ર્ત્રણ દિવસ એટલે કે ૧૬ જુન સુધી પાવાગઢ સહિત યાત્રાધામો ખાતે આવેલ રોપવે સેવા બંધ રહેશે.

પોતે વેકેશન માણવા જતાં રહ્યાં છે, જનતાને ભગવાનના ભરોસે છોડી દીધી

વડોદરા શહેર મ્યુનિસિપલ કચેરીના જાડી ચામડીના તંત્ર તેમજ અધિકારીઓ દ્વારા કોઈ એલાર્મ કે કોઈ એડવાન્સ માહિતી વરસાદ વાવાઝોડાની જનતાને જાણ કરી નથી. તરસાલી વિસ્તારમાં જગ્યા જગ્યાએ ખાડા ખોદી દીધા છે. શહેરના મેયર તેમજ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબચિયા વિસ્તારમાં રહે છે, પરંતુ કોઈ કામગીરી કરાવતા નથી. પોતે વેકેશન માણવા જતાં રહ્યાં છે, જનતાને ભગવાનના ભરોસે છોડી દીધી છે. - આકાશ વાનખેડે, નાગરિક, તરસાલી