/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અહેમદ પટેલની છેલ્લી ઈચ્છા પૂરી: માતા-પિતાની કબરની બાજુમાં જ સુપુર્દ-એ-ખાક થયા

ભરૂચ-

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમની છેલ્લા ઘણાં સમયથી કોરોનાની સારવાર પણ ચાલી રહી હતી. તેમની ચીરવિદાયથી વતન પીરામણ પણ શોકાતુર બન્યું છે. આજે ગુરૂવારના રોજ તેમની દફનવિધિ તેમના ગામ પીરામણમાં કરવામાં આવી હતી. સ્વજનો પીપીઇ કિટ પહેરીને દફન વિધિમાં હાજરી આપી હતી. અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી, અશોક ગહેલોત, કમલનાથ તેમજ અન્ય મોટા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહેમદ પટેલની અંતિમ ઇચ્છા મુજબ તેમના માતાપિતાની કબરની બાજુમાં દફનવિધિ કરવામાં આવી હતી.

અહેમદ પટેલની દફન્વીધીમાં હાજરી આપવા માટે રાજકીય અગ્રણીઓમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, કદીર પીરઝાદા, પરિમલસિહ રાણા, નાઝુભાઇ ફળવાલા, રાજેન્દ્રસિંહ રણા, ભુપેન્દ્ર જાની, અરવિંદ દોરાવાલા, સંદિપ માગરોલા, સુનિલ પટેલ, ગુલામખા રાઇમા સહિત અગ્રણીઓ આવી પહોંચ્યા હતા. રાજકીય નેતાઓએ પાર્ટીના પીઢ નેતાને ભીની આંખો સાથે વિદાય આપી હતી. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution