/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અમદાવાદ:પૂર્વ મેયર પ્રફુલ બારોટનું નિધન, PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી

અમદાવાદ-

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું આજે દુ:ખદ નિધન થયું છે. તેમના અવસાન પર દેશના પીએમ મોદીએ ટ્વીટર પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..!. 

પીએમ મોદી બાદ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પણ પૂર્વ મેયર પ્રફૂલ બારોટના અવસાન થતા ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપીને દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ વિજય રૂપાણીએ પણ લખ્યું છે કે, 'અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના નિધનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરીવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના, ઓમ શાંતી.' પ્રફુલ બારોટ અમદાવાદના જાણીતા વકીલ હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. તેમણે વર્ષ 8 ફેબ્રૂઆરી 1991થી લઈને 8 ફેબ્રુઆરી 1992 સુધી ફરજ નિભાવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution