લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓગ્સ્ટ 2026 |
9603
આણંદ નજીક સામરખા ખાતે ચરામા કાગળ પર નર્સરી દર્શાવી આશરે બાર લાખ ઓહિયા કરવાના વન વિભાગ ના તિકડમ પર વિભાગના જ અધિકારી દ્વારા તપાસ કરતાં ધટસ્ફોટ થતાં એજન્સી દ્વારા લાખોના રોપાના ખરીદ વેચાણ ના બીલ રજુ કરી નાણાં જમા કરી ઢાંકપિછોડો ના ખેલ રચતાં મામલો ચકડોળે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર બે દિવસ પૂર્વ એનઆરઆઇ ની જમીન પર વૃક્ષ રોપાયા નું દર્શાવી વન વિભાગ દ્વારા લાખોનું કૌભાંડ આચરવામાં આવ્યું નું ઉજાગર થયાની સ્યાહી હજુ ભુસાઇ નથી ત્યાં વધુ એક વિભાગનું તિકડમ ઉભું થવા પામ્યું હોય તેમ સામરખા ગામે ચરાની જગ્યા કાગળ પર નર્સરી દર્શાવી આશરે બાર લાખ રૂપિયા ઓહિયો કરવાના ખેલ નો વિભાગ અધિકારી ની તપાસમાં ધટસ્ફોટ થતાં જ ફફડી ઉઠેલ જવાબદાર દ્વારા એજન્સી નો સંપર્ક કરી નર્સરી માં થી ખરીદ વેચાણ ના બીલ રજુ કરી નાણાં સરકારી તિજાેરીમાં જમા કરાવતા મુદ્દો વિભાગમાં ચગડોળે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.