વિકાસના નામે લીલા ઘટાદાર વૃક્ષો કાપી નખાતા રોષ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026  |   2772

એક તરફ ભાજપ સરકાર દ્વારા વૃક્ષ વાવો વરસાદ લાવો નામે ના અઢળક ખર્ચાઓ કરી રહી છે અને વૃક્ષો વાવવા ની પ્રેરણા સ્વરૂપે જન જાગૃતિ થતી અવનવા કાર્યક્રમો યોજીને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે ને ગ્લોબલ વોર્મિંગ ને પર્યાવરણ ને નુકસાન થતું અટકાવવા માટે સૌથી મહત્વ વૃક્ષા રોપણ એક માત્ર ઉપાય છે ત્યારે કપડવંજ નગરપાલિકા દ્વારા જાણો કે બેવડી નીતિ અપનાવી ગેરકાયદેસર દબાણકારોને આડકતરી રીતે લાભ આપવા ની મન્છા ધરાવતી હોય તેમ રત્નાગીરી રોડ પર નવનિર્મિત રોડ બનાવવા માટે રોડ બનાવવા માટે રત્નાગીરી રોડ નજીક આવેલ ગેરકાયદેસર કંમપાઉન્ડ વોલ વિકાસના કામે દુર કરવાને બદલે લીલાંછમ ઘટાદાર વૃક્ષોનું રેન્જ ફોરેસ્ટ વિભાગતરફથી નિકાસ ના નામે પરમિશન મેળવી વૃક્ષો નું નિકંદન કાઢી નાખતા આ રોડ પર ના શિક્ષિત અને જાગૃત નાગરિકો દ્વારા વિકાસ ના નામે કંમપાઉન્ડ વોલ કેમ દુર ન કરવામાં આવી તેવા આ રોડ પર ના સ્થાનિક રહીશો એ ગંભીર સવાલો ઉભા કર્યા હતા નગરપાલિકા ની ગેરકાયદેસર દબાણો દૂર કરવા બાબતે વ્હાલા દવલા બેવડી નિતિ અપનાવાનો ખુલ્લેઆમ નગરજનો દ્વારા સોશ્યલ મીડિયા પર આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે હમણાં નાગરિક સમિતિ પ્રમુખ અનંત પટેલ મંત્રી ભાવિન જાેષી દ્વારા પણ કપડવંજ ખાતે અંદાજે સવાસો કરોડ રૂપિયા ના આર સી સી રોડ પર કોન્ટ્રાકટર તેમજ તેમના લાગતા વળગતા મળતિઓ દ્વારા ખુબ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરી ને તમામ રોડ નું કોર કટીંગ આર સી સી રોડની ટેન્ડર પ્રક્રિયા મુજબની લંબાઈ પહોળાઈ ઉંચાઈ જાડાઈ ની કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાની મજબૂત આશંકા સેવાઈ રહી હોય નગરપાલિકા ના જવાબદાર સત્તાધીશો ને કપડવંજ ના જાગૃતિ નાગરિકો ની હાજરીમાં તમામ આર સી સી રોડ માં કોર કટીંગ માટે લંબાઇ પહોળાઇ ઉંચાઈ જાડાઈ ની માપણી કરવા લેખિત માં માંગણી કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા નું કે કોન્ટ્રાકટરો પેટનું પાણી પણ હલતું નથી ઉપરાંત સવાસો કરોડ રૂપિયા ના ખર્ચા કરીને નવ નિર્મિત રોડ બનતી વેળાએ અને સોસાયટી પોળ વિસ્તારમાં હલકી ગુણવત્તાનુ મટીરીયલ વાપર્યું હોવાના આક્ષેપો કરી ને ઘણી જગ્યાએ રોડ ના કામકાજ પણ અટકાવી દેવામાં આવ્યા હતા અને અનેક જાગૃત નાગરિકો એ મૌખિક તેમજ લેખીત રજુઆત કમિશ્નર સુધી કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તટસ્થ અને પ્રમાણીક પણે જાણે કે કોન્ટ્રાકટર ના હીત કે પછી બચાવ આજ દિન સુધી આશ્ચર્યજનક રીતે કોઈ તપાસ કરવામાં આવી નથી ઉપરાંત નગરપાલિકા ની જાે હુકમી તેમજ એક તરફી વ્હાલાદવલા નિતિ તેમજ સ્થાનિક મળતીયા પેટા કોન્ટ્રાકટરો દ્વારા કોઈ મોટી ટકાવારી ના સોદા થયા હોય તેમ કોન્ટ્રાકટરો ના હીત કોઈ પણ પ્રકારની પારદર્શક કાર્યવાહી ન કરાતા નગરપાલિકા ના ચિફ ઓફિસર ની કામગીરી ઉપર નગરજનો સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે કપડવંજ નાગરિક સમિતિ દ્વારા આર સી રોડ માં ભ્રષ્ટાચાર ના આક્ષેપ સાથે માગણી ની તપાસ કરવામાં આવશે કે કેમ તેવા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution