દિલ્હી-

જાણીતા ઉદ્યોગપતિ અનલિ અંબાણીની કંપનીના શેરમાં અચાનક મોટો ઉછાળો જાેવા મળ્યો છે. કંપનાના શેર ત્રણ મહિનામાં ૧૦૦૦ ટકા વધ્યા છે અને કંપનીઓ માર્કેટ વધીને ૮૦૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. અનિલ અંબાણી જૂથની કંપનીઓમાં પોઝિટિવ સમાચારને પગલા આ ઉછાળો જાેવા મળ્યો છે. અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓની માર્કેટ કેપ ૭૩૩ કરોડ રૂપિયા હતી જે મે મહિનામાં વધીને ૩૮૯૦ કરોડ રૂપિયા અને ૧૮મી જૂન ૨૦૨૧ના સપ્તાહમાં વધીને ૭૮૬૬ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને રિલાયન્સ કેપિટલની માર્કેટ કેપ છેલ્લા ૨૦ ટ્રેડિંગ દિવસમાં ડબલ થઈ ગઈ છે. રિલાયન્સ પાવરની માર્કેટ કેપ હાલ રૂ. ૪,૪૪૬ કરોડ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રૂ. ૨,૭૬૭ કરોડ અને રિલાયન્સ કેપિટલની રૂ. ૬૫૩ કરોડ છે. બીએસઈ પર રિલાયન્સ કેપિટલના ભાવ ત્રણ મહિનામાં રૂ. ૧૧.૦૮થી વધીને રૂ. ૨૬.૧૭ થયો છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાવ પણ ત્રણ મહિનામાં રૂ. ૩૨.૩૫થી વધીને રૂ. ૧૦૫.૩૦ થયો છે. રિલાયન્સ પાવરનો ભાવ ત્રણ મહિનામાં રૂ. ૪.૪૮થી વધીને રૂ. ૧૬.૨૩ થયો છે.

અનિલ અંબાણીની આ ત્રણેય કંપનીઓમાં અંદાજે ૫૦ લાખ રીટેલ રોકાણકારો છે. જેમને ગ્રુપમાં વિશ્વાસ જાળવી રાકતા તેમને ફાયદો થયો છે. રિલાયન્સ પાવરમાં રિટેલ શેરધારકો ૩૩ લાખ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૯ લાખ અને રિલાયન્સ કેપિટલમાં ૮ લાખ છે. અનિલ અંબાણીના ગૂ્રપની કંપનીઓની માર્કેટ કેપમાં વધારો થતાં રિટેલ રોકાણકારોની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પ્રમોટર ગ્રૂપમાંથી અને વર્દે ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ, એલએલપી સાથે સંકળાયેલી વીએસએફઆઈ હોલ્ડિંગ્સ પ્રા. લિ.માંથી રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ ઊભું કર્યું હોવાની જાહેરાત કરી હતી. વધુમાં રિલાયન્સ પાવરે દેવાને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવા તેની પ્રમોટર કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૧,૩૨૫ કરોડ ઊભા કરવા ઈક્વિટી શૅર્સ અને વોરન્ટ્‌સના પ્રેફરેન્શિયલ ઈશ્યુની જાહેરાત કરી હતી. રિલાયન્સ કેપિટલની કંપની રિલાયન્સ હોમ ફાઈનાન્સ પણ તેમની એસેટના મોનેટાઈઝેશનના અંતિમ તબક્કામાં છે. તેની એસેટ્‌સ માટે ઔથુમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રૂ. ૨,૮૮૭ કરોડની બીડ વેલ્યુ સાથે સૌથી સફળ બીડર તરીકે ઊભરી આવી છે. આ સાથે રિલાયન્સ કેપિટલનું દેવું ઘટીને રૂ. ૧૧,૦૦૦ કરોડ થઈ જશે.