દિલ્હી-

અનિલ અંબાણીની મુશ્કેલી વધી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એ અનિલ અંબાણી વિરુદ્ધ નાદારીની કાર્યવાહી આગળ વધારવા માટે મંજૂરી આપી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1200 કરોડની લોન ભરપાઈ ન કરી શકવાના કારણે તેમની સામે આ આદેશ આવ્યો છે.

સ્ટેટ બેંકે વર્ષ 2016 માં અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીઓ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ (આરઆઇટીએલ) ને આ લોન આપી હતી.અનિલ અંબાણીએ આ લોન માટે 1200 કરોડ રૂપિયાની વ્યક્તિગત ગેરંટી આપી હતી. હવે બંને કંપનીઓ બંધ થઈ ગઈ છે. આને કારણે એસબીઆઇને મુંબઈ એનસીએલટીમાં અપીલ કરવી પડી હતી. બેંકે માંગ કરી હતી કે નાદારી કાયદા મુજબ આ રકમ અનિલ અંબાણી પાસેથી વસૂલવાની છૂટ આપવી જોઈએ કારણ કે તેણે આ લોનની વ્યક્તિગત ગેરંટી આપી છે.

એનસીએલટી મુંબઈએ પોતાની ટિપ્પણીમાં કહ્યું, 'આરકોમ અને આરઆઇટીએલ બંનેએ જાન્યુઆરી 2017 માં લોનની ચુકવણી પર ડિફોલ્ટ કર્યો હતો. તેના ખાતામાં 26 ઓગસ્ટ 2016 થી જ નોન પરફોર્મિંગ એસેટ જાહેર કરવામાં આવી હતી.