/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અહિંયા હજુ પણ મ્યુકોરમાઇકોસિસના વધુ 20 દર્દીની સર્જરી કરાઇ

વડોદરા-

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૧,૯૫૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૬૬૫ પશ્ચિમ ઝોનમાં ૧૧,૯૪૮, ઉત્તર ઝોનમાં ૧૧,૭૭૫, દક્ષિણ ઝોનમાં ૧૧,૭૭૯, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૫૬ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. વડોદરા શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ શહેરને ભરડામાં લીધું છે. શહેરમાં બુધવારે ડેન્ગ્યુના ૨૪ કેસ પોઝિટિવ આવ્યા હતા.

જ્યારે ચિકનગુનિયાના ૭ નમૂના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. બીજી તરફ કમળો અને ટાઈફોડના કેસ પણ વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક ૭૧,૯૫૯ ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૩૧૮ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં બુધવારે ૪ કેસ નોંધાયા છે. શહેરમાં લેવાયેલા ૧૪૨૭ નમૂનાઓમાંથી ૪ લોકો કોરોના સંક્રમિત જણાતા તેઓને સારવાર હેઠળ ખસેડાયા હતા. કુલ પોઝિટિવ કેસનો આંક ૭૧,૯૬૯ પર પહોંચ્યો છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં ૧૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઓક્સિજન પર ૧ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. બુધવારે શહેરમાંથી ૪ જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો ૭૧,૩૧૮ પર પહોંચ્યો છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. બુધવારે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ૨૦ સર્જરી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં બુધવારે ૧૮થી ૪૪ વર્ષની વયના ૪,૧૮૯ લોકોએ વેકસીનનો પહેલો ડોઝ મૂકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી ૧૮ પ્લસની કેટેગરી વાળા ૬,૬૪,૫૮૮ લોકોએ વેક્સિન મૂકાવી છે. બીજી તરફ શહેરમાં ૧૦ હેલ્થકેર વર્કરોએ રસીનો પહેલો ડોઝ અને ૨૮ લોકોએ બીજાે ડોઝ મૂકાવ્યો છે. જ્યારે ૨૫૦ ફ્રન્ટલાઈન વર્કરોએ રસીનો પહેલો અને ૨૪૩ લોકોએ બીજાે ડોઝ મૂકાવ્યો છે. બુધવારે ૬૦ કરતા વધુની ઉંમર વાળાએ ૧૫૮ લોકોએ પહેલો ડોઝ અને ૬૮૩ લોકોએ બીજાે ડોઝ મૂકાવ્યો હતો. જ્યારે ૪૫થી વધુ અને ૬૦ વર્ષના ૧૩૫૯ લોકોએ પહેલો ડોઝ અને ૧૦૩૨ લોકોએ રસીનો બીજાે રોઝ મૂકાવ્યો હતો. બુધવારે શહેરમાં કુલ ૧૦,૪૪૪ લોકોએ રસી મૂકાવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution