કચ્છ-

વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતના 50 વર્ષના વિજયની ઉજવણીના ભાગરૂપે વર્ષ 2021ને 'સ્વર્ણિમ વિજય વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. તો આ ઉજવણીના ભાગરૂપે આજે ભુજની 18મી બટાલિયન બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના પરિસરમાં વિજય મશાલ લાવવામાં આવી હતી. અહીં ભારતની અભૂતપૂર્વ જીતની યાદમાં ભુજના સેક્ટર કમાન્ડર સંજયકુમાર શ્રીવાસ્તવ આ વિજય મશાલ લાવ્યા હતા. શહીદોની આ સ્મૃતિમાં એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પશ્ચિમ કચ્છ SP સૌરભ સિંહ, નિવૃત્ત સહાયક કમાન્ડન્ટ ડી. એલ. સોનોન, આમંત્રિત મહેમાનો, સીમા સુરક્ષા દળના અધિકારીઓ, ગૌણ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓએ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971ના યુદ્ધમાં ભારતની અભૂતપૂર્વ જીતના જે દિગ્ગજ હતા. તેવા ભૂતપૂર્વ સહાયક કમાન્ડન્ટ ડી.એલ. સોનોન (D.L. Sonone)નો જીતમાં વિશેષ ફાળો હતો. અહીં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમ જ શૌર્ય ચિહ્ન એનાયત કરવામાં આવ્યો હતો. આ સુવર્ણ વિજય મશાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 16 ડિસેમ્બર 2020એ રાષ્ટ્રીય વૉર મેમોરિયલ થી પ્રગટ કરવામાં આવી હતી. આથી વર્ષ 1971ના ભારત-પાક યુદ્ધમાં ભારતના અભૂતપૂર્વ વિજયની યાદમાં ભારતના ચાર જુદા જુદા ભાગોમાં 4 સુવર્ણ વિજય મશાલો પ્રગટાવી શકાય.

વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને કોણ ભૂલી શકે. તે યુદ્ધમાં ભારત પાકિસ્તાનને ઘૂંટણીએ લઈ આવ્યું હતું. વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન ઉપર ભારતના 50 વર્ષના વિજયની ઉજવણીના ભાગરૂપે, વર્ષ 2021ને 'સ્વર્ણિમ વિજય વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે આજે ભુજની 18મી બટાલિયન બોર્ડર સિક્યોરિટી ફોર્સના પરિસરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971ના યુદ્ધમાં ભારતની અભૂતપૂર્વ જીતની યાદમાં ભુજના સેક્ટર કમાન્ડર સંજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા સુવર્ણ વિજય મશાલ લાવવામાં આવી હતી અને શહીદોની સ્મૃતિમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.