બુધવારનો દિવસ ભગવાન ગણેશનો દિવસ હોય છે. આ દિવસે ગણેશજીની પૂજા-અર્ચના કરવાનું વિધાન છે, કેમકે ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. જે રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે. ગણેશજી તમામ વિઘ્નોને હરીને રોગ, દોષ અને દરિદ્રતાને દૂર કરે છે.

બુધવારના દિવસે તમે સ્નાન-દ્યાન કરી દૂર્વા અર્પણ કરવી, ગણેશજીના મંદિરે જઈને તેમના દર્શન કરો. ત્યાર બાદ દૂર્વાની 11 કે 21 ગાંઠ ભગવાનને અર્પિત કરો. એવું કરવાથી તમને તમારા કરિયરમાં આવી રહેલી અડચણોમાં શુભફળ મળશે.તદ્દપરાંત બુધવારના દિવસે તમે ગણપતિ ભગવાનને સિંદુર અર્પિત કરો. કહેવામાં આવે છે કે એવું કરવાતી ગણેશજી તમારી સમસ્ય પરેશાનિઓને હરી લે છે અને આ સમસ્યાઓનો કોઈને કોઈ સમાધાન કરે છે.

બુધવારના દિવસે ગણેશ મંદિરમાં સાત બુધવાર સુધી ગોળનો ભોગ અર્પણ કરો. ત્યાર બાદ તેને પ્રસાદ તરીકે બધાને વહેંચો. એવું કરવાથી તમારી મનોકામના પૂરી થાય છે.સાથે જ જો તમને લાગે છે કે તમને તમારી મહેનતનું ફળ નથી મળતું તો તેના માટે ગણેશજીનો રૂદ્રાક્ષ ધારણ કરી શકો છો.ગણેશજીને મગના લાડુનો ભોગ લગાવવું શુભ માનવામાં આવે છે. તેનો ભોગ ચઢાવીને તમે તમારી પરીક્ષામાં પાસ થવાની પ્રાર્થના કરો. તમને તેનો લાભ જરૂર મળશે.સાથે જ દર બુધવારે ગાયને લીલુ ઘાસ ખવડાવો. જો તમને લીલુ ઘાસ ખવડાવો સંભવ ન હોય તો લીલી શાકભાજી ખવડાવી શકો છો. એવું કરવાથી તમારા ઘરમાં કલેશ દૂર થાય છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે. તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.