/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પાલિકાના કુખ્યાત અધિકારી મહેશ પરનામીની ધરપકડ

વડોદરા : વડોદરા કોર્પોરેશનમાં જમીન સંપાદન અધિકારી તરીકે ફરજ બજાવતા મહેશ પરનામી વિરુધ્ધ થયેલી ભ્રષ્ટ્રાચારના આક્ષેપોની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા કરાયેલી તપાસમાં મહેશ પરનામીએ તેમની આવકના પ્રમાણમાં ૬૯.૯૧ લાખથી વધુની અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું સપાટી પર આવતા એસીબી દ્વારા મહેશ પરનામીન ધરપકડ કરાઈ હતી. ભ્રષ્ટ્રાચારના ગુનામાં કોર્પોરેશનના અધિકારીની ધરપકડ થતા જ કોર્પોરેશનના અન્ય લાંચિયા અને ભ્રષ્ટ્ર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.  

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનમાં જમીન સંપાદન અધિકારી વર્ગ-૨ તરીકે ફરજ બજાવતા મહેશ મણીલાલ પરનામીએ રાજ્ય સેવકના હોદ્દાનો દુરપયોગ કરીને કાયદેસરની આવકના પ્રમાણમાં ભ્રષ્ટ્રાચાર આચરીને કરોડો પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યોના નામે રૂપિયાની જમીન મિલકતો ખરીદી હોવાની થોડાક સમય અગાઉ એસીબીમાં જાગૃત નાગરિકે અરજી કરી હતી. આ અરજીની એસીબી દ્વારા ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી હતી.

વડોદરા એસીબીની ટીમ દ્વારા આક્ષેપિત મહેશ પરનામી તેમજ તેમના પરિવારના સભ્યોના મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવી હતી. અપ્રમાણસર મિલકતોના કેસોમાં હાઈકોર્ટના દિશાનિર્દેશ તથા સીબીઆઈની ગાઈડલાઈન મુજબ આવક અને ખર્ચ અંગેનું ગ્રાફીકલ પ્રેઝન્ટેશન એસીબી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું અને તેનું એસીબીના નાણાંકિય સલાહકાર દ્વારા ફોરોન્સીક એકાઉન્ટીંગ કરી નાણાંકિય વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ વિશ્લેષણમાં મહેશ પરનામીએ પોતાની હોદ્દાની રૂએ ફરજ દરમિયાન ગત ૧-૪-૨૦૦૯થી ૩૧-૩-૨૦૧૯ના સમયગાળામાં કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલી કુલ ૯૦,૮૯,૯૨૧ (નેવુ લાખ નેવ્યાસી હજાર નવસો એકવીસ)રૂપિયાની આવક સામે ૧,૬૦,૮૧,૨૨૭ (એક કરોડ સાઈઠ લાખ એક્યાસી હજાર બસો સત્યાવીસ) રૂપિયાન ખર્ચ-રોકાણ કર્યું હોવાનું સપાટી પર આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં જ મહેશ પરનામીએ ૬૯,૯૧,૩૦૬ રૂપિયાની વધુ અપ્રમાણસ મિલકતો જે તેમની કાયદેસરની આવકની સરખામણીમાં ૭૯.૫૧ ટકા જેટલી વધુ છે તે વસાવી હોવાની વિગતો મળતા મહેશ પરનામી વિરુધ્ધ થયેલી અરજીની તપાસ કરનાર એસીબીની પીઆઈ પી.ડી.બારોટે સરકારપક્ષે ફરિયાદી બની મહેશ પરનામી વિરુધ્ધ ભ્ર્‌ષ્ટ્રાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ વડોદરા એસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે એસીબીની ટીમે મહેશ પરનામીની અટકાયત કરી તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેને રિપોર્ટ નેગેટિવ આવતા આજે તેમની ધરપકડ કરાઈ હતી.

ભ્ર્‌ષ્ટ્રાચારના ગુનામાં મહેશ પરનામીની એસીબી દ્વારા ધરપકડની વાત વાયુવેગે કોર્પોરેશનમાં ફેલાતા કોર્પોરેશનના અન્ય લાંચિયા અને ભ્રષ્ટ્ર કર્મચારીઓ-અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. કોર્પોરેશનમાં આજે ચાલેલી ચર્ચા મુજબ આગામી દિવસોમાં હજુ કોર્પોરેશનના અન્ય કર્મચારીઓ સામે પણ એસીબી દ્વારા ફરિયાદ અને ધરપકડ થશે તેમ મનાઈ રહ્યું છે.

દસ વર્ષમાં ૩૦.૨૫ લાખ રોકડા બેંકોમાં જમા કરાવ્યા

એસીબીની તપાસમાં વિગતો મળી હતી કે મહેશ પરનામીએ ગત એપ્રિલ-૨૦૦૯થી માર્ચ-૨૦૧૯ના દસ વર્ષના ગાળામાં ૩૦.૨૫ લાખથી વધુની રોકડ રકમ તેમના જુદા-જુદા બેંક ખાતાઓમાં જમા કરાવી હતી. આ ખાતામાંથી તેમણે રોકડેથી ૧૯.૦૬ લાખ પોતાના અને તેમના આશ્રિતોના નામે સ્થાવર-જંગમ મિલકતો ખરીદી અન્ય ખર્ચા કર્યા હતા જયારે આ સમયગાળામાં તેમણે બેંકમાંથી ૨૧.૯૩ લાખનો ઉપાડ કર્યો હતો.

૨૦૨૦માં ૩૦ સરકારી કર્મચારીઓ સામે રૂા. ૪૧ કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ

ચાલુ વર્ષે મોટાભાગનો સમયમાં લોકડાઉન અને કરફ્યુ હોવા છતાં સરકારી અધિકારીઓને ભ્રષ્ટ્રાચારમાં કોઈ પાબંધી નડી નહોંતી. એસીબી દ્વારા ૨૦૨૦ની સાલમાં રાજ્ય સરકારના જીએલડીસી વિભાગના ૮, શહેરી વિકાસ વિભાગના ૪, પીડબ્લ્યુડીના ૨, જીપીસીબીના ૨, પોલીસ ખાતાના ૧, શિક્ષણ વિભાગના ૧, પંચાયત વિભાગના ૪, સિંચાઈ વિભાગના ૨, ખાણ અને ઉદ્યોગ વિભાગના ૧ તેમજ વન અને પર્યાવરણ વિભાગના ૧ વર્ગ ૧,૨ અને ૩ના કુલ ૩૦ કર્મચારીઓ વિરુધ્ધ કુલ ૪૧,૧૭,૨૭,૭૦૬ રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવી હોવાની એસીબી દ્વારા ફરિયાદો દાખલ કરવામાં આવી છે. કોઈ સરકારી અધિકારી કે કર્મચારીની લાંચની માગણી કરે અથવા તો તેણે ભ્રષ્ટ્રાચાર આચરીને બેનામી મિલકતો વસાવી હોવાની કોઈ નાગરિક પાસે માહિતી હોય તો તેની એસીબીના ટોલફ્રી નંબર ૧૦૬૪ પર અથવા તો લેન્ડલાઈન નંબર ૦૭૯- ૨૨૮૬૦૩૪૧-૪૩ નંબર પર જાણ કરવા માટે એસીબીએ આહ્વવાન કર્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution