ગાંધીનગર-

કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેરમાં અનેક રોજગાર-ધંધા સંપૂર્ણ રીતે બંધ રહ્યા હતા. જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકારે પણ આંશિક લોકડાઉન જાહેર કર્યું હતું. જ્યારે આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ અસર મલ્ટિપ્લેક્સ અને રેસ્ટોરન્ટ સંચાલકોને થઈ હતી. ત્યારે રાજ્ય સરકારે મલ્ટિપ્લેક્સ અને રેસ્ટોરન્ટના પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારે છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ રહેલા ટ્યૂશન ક્લાસિસ અને ટૂર ઓપરેટર્સ એસોસિએશન દ્વારા મુખ્યપ્રધાન રૂપાણી ને મળીને ટેક્સ માફી માટેની માગ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના પગલે હોટલ અને મલ્ટીપ્લેક્સના પ્રોપ્રટી ટેક્સમાફ કર્યા હતા. જ્યારબાદ અનેક એસોસિએશન્સ દ્વારા આ પ્રકારની માગ કરવામાં આવી હતી. આ વચ્ચે રાજ્યના ટ્યૂશન ક્લાસિસ અને ટૂર ઓપરેટર્સ  દ્વારા મુખ્યપ્રધાન રૂપાણી ને મળીને ટેક્સ માફી માટેની માગ કરી હતી.