/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

 કલાકારો ધરણા કરવા મજબૂર બન્યાં, સરકારને કહ્યું અમને રોજગારી આપો

ગાંધીનગર-

રાજ્યમાં નવરાત્રિનો તહેવાર યોજવામાં આવશે, પરંતુ ગરબા થઈ શકશે નહીં. જેને લઇને તે જ બોલાવતાં કલાકારોને જીવનધોરણ કેવી રીતે ચાલશે તે મહત્વનો પ્રશ્ન થઇ રહ્યો છે. લગ્ન સિઝનમાં પણ કલાકારોને કામગીરી મળતી હોય છે. ગરબાના પ્રોગ્રામ કરતાં હોય છે પરંતુ તે પણ કોરોના વાઈરસના કારણે થતાં નથી. તેને લઈને કલાકારોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. ધંધા-રોજગાર શરૂ થયાં બાદ પણ અનેક વેપારીઓની આર્થિક સ્થિતિ સુધારી શકી નથી. ત્યારે જેના સંપૂર્ણ રોજગાર જ બંધ છે તેની સ્થિતિ કેવી હોઈ શકે તે માત્ર કલ્પના જ કરવી રહી.

કલાકાર અધિકાર આંદોલન સમિતિ દ્વારા તેમના ધંધા-રોજગાર ચાલુ થાય કલાકારો, સાજીંદાઓ, સંગીત, સાઉન્ડ અને ડીજે બેન્ડના કલાકારોનુ ગુજરાન શરૂ થાય તે માટે મંજૂરી આપવા સહિતના મુદ્દાઓને લઈને ગાંધીનગર શહેરમાં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના પ્રતીક ધરણા કરવામાં આવ્યાં હતાં. કોરોના વાઈરસના કારણે સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યાર બાદ હજુ પણ ઘણાં બધાં ઉદ્યોગો શરુ થઈ શક્યાં નથી. તેવા સમયે ગરબાના કાર્યક્રમમાં સ્ટેજ પરથી મેદનીને ડોલાવતાં સાજિંદાઓ સહિતના કલાકારો ધરણા કરવા મજબૂર બન્યાં છે. કલાકાર અધિકાર આંદોલન સમિતિ દ્વારા આજે ગાંધીનગર શહેરના સત્યાગ્રહ છાવણીમાં રોજગારી મેળવવા એક દિવસના પ્રતીક ધરણા કરવામાં આવ્યાં હતાં. કલાકારોએ કહ્યું કે, અમારું ગુજરાન ચાલે તે માટે સરકાર અમને રોજગારી આપે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution