વડોદરા, તા.૨૭

બીસીએ દ્વારા આયોજિત સ્વ.જે.ટી.પટેલ અન્ડર-૧ર બોઈઝ ઈન્વિટેશન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ આજે રમાઈ હતી. સંગ્રામસિંહ ગાયકવાડ સ્પોર્ટસ એકેડેમી અને ડિવાઈન સ્પોર્ટસ કલ્ચરલ એકેડેમી વચ્ચે રમાયેલી મેચમાં ડિવાઈન સ્પોર્ટસ એકેડેમીનો વિજય થયો હતો. મેચ બાદ વિજેતા ટીમોને ઉપરાંત શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરનારા સાત પ્લેયરોને મેડલ અને ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બીસીએ દ્વારા આયોજિત રપ ઓવરની આ ટુર્નામેન્ટમાં રપ કલાસની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ પાંચ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. આજે એલેમ્બિક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સંગ્રામસિંહ ગાયકવાડ સ્પોર્ટસ એકેડેમી અને ડિવાઈન સ્પોર્ટસ કલ્ચરલ એકેડેમી વચ્ચે રમાયેલી ફાઈનલમાં સંગ્રામસિંહ ગાયકવાડ સ્પોર્ટસ એકેડેમીએ ૧૦ વિકેટે ૧ર૭ રન બનાવ્યા હતા, જ્યારે ડિવાઈન સ્પોર્ટસ કલ્ચરલ એકેડેમીએ નિર્ધારીત રપ ઓવરમાં ૬ વિકેટે ૧૩૦ રન બનાવતાં ૪ વિકેટે વિજય સાથે ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટમાં વિનર્સ અને રનર્સને ટ્રોફી તેમજ મેડલ્સ, ઉપરાંત બેસ્ટ, બોલર, બેસ્ટમેન, બેસ્ટ ઓલરાઉન્ડર સહિતને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા.