અરવલ્લી : ગુજરાત માં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.આગામી સમયમાં યોજાનારી આ તાલુકા અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ સંબંધે મતદાન મથકો નક્કી કરવા અને યોગ્ય વ્યવસ્થા સંદર્ભે પ્રાન્ત અધિકારી થી માંડીને મામલતદારઓ અને નગરપાલિકા ના મુખ્ય અધિકારી ચિપ ઓફિસરો પાસેથી ચૂંટણી કામગીરી ની જવાબદારી સંભાળનાર સત્તાવાળાઓ દ્વારા ધોરણસરની દરખાસ્તો મંગાવેલ છે અને આ દરખાસ્તો અરવલ્લી જિલ્લાના ચૂંટણી ની કામગીરી ની વ્યવસ્થા સંભારનાર સત્તાવાળાઓ ને મળતા જ અરવલ્લી જિલ્લામાં સમાવિષ્ટ તમામે તમામ જિલ્લા પંચાયત મતદાર મંડળો તાલુકા પંચાયત મતદાર મંડળો અને ચૂંટણી હેઠળ ની નગરપાલિકા મોડાસા ના વોર્ડ લાઈન નક્કી થનાર મતદાન મથકો કે પોલિંગ સ્ટેશન ની પ્રાથમિક યાદી ની તા ૧૦.૧૨.૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે અને આ તૈયાર કરવામાં આવેલ પ્રાથમિક યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી એ અને પ્રાન્ત અધિકારીની કચેરી ખાતે તેમજ મામલતદાર શ્રી ની કચેરી નગર પાલિકા ની કચેરી કે અન્ય જાહેર સ્થળો એ જાેવા મળશે.આ પ્રાથમિક યાદી ઓ સામે તા ૧૦.૧૩૨૦૨૦થી તા.૧૭.૧૨.૨૦૨૦ સુધીના સાત દિવસો દરમિયાન ઉક્ત કચેરી ઓએ અથવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી અરવલ્લી મોડાસા ખાતે વાંધા સૂચનો રજૂ કરી શકાશે. અને ત્યારબાદ મળેલ વાંધા સૂચનોની રાજકિય પક્ષોના પ્રતિનિધિઓ ની હાજરીમાં સ્કુટીની કરવામાં આવશે.અને ત્યારબાદ આ દરખાસ્તોને રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર ની મંજુરી માટે મોકલી આપવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગ વધે ગાંધીનગર ની મંજુરી મળ્યા બાદ મતદાન મથકોની આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવનાર છે જે મતદાન મથકો ઉપર સ્વરાજનના એકમો જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઓ યોજવામાં આવનાર હોવાનું અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.