વડોદરા,તા.૨૬

બીજા તબક્કામાં વડોદરા સહિત મધ્ય ગુજરાતનાં જિલ્લાઓમાં પાંચમી ડિસેમ્બરે મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રકિયા સુચારૂરૂપ અને ન્યાયી રીતે યોજાઇ તે માટે મતદાન માટેની પુર્વ તૈયારીઓ ની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હદયેશકુમારે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અને છોટાઉદેપુર ના જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ થી ચર્ચાઓ કરી હતી. અને વડોદરાનાં ચૂંટણી અધિકારી અતુલ ગૌર અને પોલીસ કમિશનર ડો, શમશેરસિંગ અને જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સાથે રૂબરૂ સમીક્ષા કરી હતી. મતદાન મથકોની વ્યવસ્થાઓ. સંવેદનશીલ મતદાન મથકો, સુરક્ષા વ્યવસ્થા, અસમાજિક તત્વોના અટકાયતી પગલાઓ, ઇવીએમ, અને વીવીપેટ ની જરૂરિયાત, મતદાર કાપલીઓ વિતરણ પ્રકિયા. સહિતની મહત્વપુર્ણ માહીતી મેળવી હતી.