/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ભરૂચમાં વાદળીયું વાતવરણ થતા ગરમીમાં ઘટાડો જાેવા મળ્યો

ભરૂચ, ગ્રીષ્મ ઋતુની શરૂઆત થતાં ભરૂચમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. પશુપક્ષીઓ બપોરના સમયે છાંયડો શોધી વિશ્રામ કરતા હોય છે. ત્યારે ભરૂચમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. આકાશમાં વાદળો ઉમટી પડ્યા હતા, જેના કારણે સૂર્યદેવના અગનગોળા સીધા જમીન પર આવતા અટકી પડ્યા હતા. આકાશમાં પથરાયેલા વાદળોએ આકાશી અગનગોળાને ધરતી ઉપર આવતા રોકી લીધા હતા જેથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, બપોર બાદ તાપમાનમાં ફેરફાર આવ્યો હતો જેના કારણે તાપમાન ઘટ્યું હતું. વાતાવરણમાં પલટો આવ્યાના કારણે બપોરના તાપમાં ફરતા લોકો અને પશુ પક્ષીઓને આંશિક રાહત અનુભવાઈ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution