ડભોઇ, તા.૧૪ 

 ડભોઇ થી ચાંદોદ રેલ્વે લાઇન સંપૂર્ણ બની ને તૈયાર છે ત્યારે રેલ્વે ની કમિશ્નર ઓફ રેલ્વે સેફ્ટી ના અધીકારીઓ દ્વારા નવીન બનેલ રેલ્વે લાઇનનુ નિરિક્ષણ આજરોજ કરવામાં આવ્યું અને ત્યાર પછી લગભગ રાતના ૭.૩૦ કલાક પછી ચાર ડબ્બા સાથે ટ્રેનને ૧૩૦ ની ગતિએ ટેસ્ટીંગ હાથ ધરવામાં આવનાર છે.

જેમાં પહેલા થી છેલ્લા ડબ્બા સુધીમાં કંઇ જગ્યાએ જમ્પિંગ લાગે છે તેની ચકાસણી કરવામાં આવશે. પણ ડભોઇ પંથક માં હવે ઇલેક્ટ્રીક થી રેલ્વે દૂર દૂર સુધી દોડવાનો પ્રોજેકટ હોય ડભોઇ થી ચાંદોદ સુધી નવીન બનેલ બ્રોડગેજ લાઇનને ઇલેક્ટ્રીક સપ્લાય થી સી.આર.એસ. દ્વારા ગતીનિરિક્ષણ કરી આખરી ઓપ આપવા માટે આજરોજ ચાર ડબ્બા જાેડી હતી. ટ્રેન દોડવામાં આવનાર છે. ડભોઇ એશિયાનું સાઉથી મોટું રેલ્વે જકશન ગાયકવાડી શાસનકાળ વખતે હતું સમય જતાં રેલ્વે તંત્ર દ્વારા નવીની કારણ ના દોર શરૂ કર્યા હવે જ્યારે કેવડીયા ખાતે વિશ્વ નું સૌથી ઊચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી મુસાફરો ને સરળતા થી પહોચવા માટે પ્રથમ તબક્કાનું ડભોઇ થી ચાંદોદ ૧૮.૬૬ કિલોમીટર નો રેલ્વે ટ્રેક ને બ્રોડગેજ માં રૂપાંતર કરવામાં આવ્યો છે જેનું કામ હાલ સંપૂર્ણ પણે પૂર્ણ થઈ ગયું છે ત્યારે ડિસેમ્બર માસ ના અંત સુધી ડભોઇ થી ચાંદોદ રેલ્વે પુનઃ શરૂ કરવાના એધાણ હોય હાલ રેલ્વે અધીકારીઓ દ્વારા લાઇન નું નિરિક્ષણ ઝડપી બનાવ્યું છે અગાઉ આ ટ્રેક ઉપર ડીઝલ એન્જિન ૧૩૫ કિલોમીટર પ્રતિકલાક ની ઝડપે દોડાવી નિરિક્સન કરવામાં આવ્યું હતું જેમાં કોઈ ખામી જાેવા મળી ન હતી હવે જ્યારે ડભોઇ રેલ્વે જંકશન ઉપર ૧૦ જેટલી ઈલેક્ટ્રોનિક વાયરો થી ચાલતી ટ્રેનો દોડવાની છે ત્યારે ડભોઇ થી ચાંદોદ સુધી નખાયેલ ઇલેક્ટ્રીક વાયરો ને અનુલક્ષી ને પુનઃ આજ રોજ બપોરે ૨ થી ૭ દરમ્યાન રેલ ગતી નીરીક્ષણ તેમજ ઇલેક્ટ્રીક વાયરો નું નિરિક્સન હાથ ધરી સમી સાંજે ટૈન ૧૩૦ કિમી‌ ની ઝડપે દોડાવાશે.