ગાંધીનગર-

ભારતના પૂર્વ વડા પ્રધાન ભારત રત્ન સ્વ. અટલબિહારી વાજપેયીના આગામી જન્મદિવસ તારીખ 25 મી ડિસેમ્બર 2020 સુશાસન દિવસ અને ગુડ ગર્વનન્સ ડે અન્વયે ગુજરાતમાં 248 તાલુકા મથકોએ કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજીને ધરતીપુત્રોને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ-સહાય આપવામાં આવશે. ર્વ વડા પ્રધાન અટલ બિહારીએ જય જવાન, જય કિસાન સાથે જય વિજ્ઞાનનું જે સૂત્ર આપેલું છે તેને સાકાર કરતાં મુખ્ય પ્રધાનના પ્રેરણા માર્ગદર્શનમાં આ કૃષિ કલ્યાણ કાર્યક્રમોમાં 248 સ્થળોએ ઉપસ્થિત રહેનારા ધરતીપુત્રો-લાભાર્થીઓને મુખ્ય પ્રધાન ટેકનોલોજી-વિજ્ઞાનના માધ્યમ દ્વારા ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સીએમ વિજય રૂપાણી એક સાથે માર્ગદર્શન આપશે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ મહેસાણા ખાતેના કાર્યક્રમમાં તેમજ રાજ્ય પ્રધાનો, સાંસદોઓ-ધારાસભ્યો અને પદાધિકારીઓ, બોર્ડ-નિગમ અધ્યક્ષો રાજ્યના જુદા જુદા જિલ્લાના કુલ 248 તાલુકાઓમાં આ કાર્યક્રમમાં સહભાગી થઇ સાધન-લાભ વિતરણ કરશે.આ અંતર્ગત પશુપાલકોને પોતાના ગામે-ઘર આંગણે પશુ સારવાર સુવિધા મળી રહે તે માટે ફરતા પશુ દવાખાના યોજનામાં રાજ્યકક્ષાએ 51 વાહનોનું અને તાલુકા કક્ષાએ 99 વાહનોનું લોકાર્પણ પણ થશે. રૂપાણીએ વંચિતો-દરિદ્ર નારાયણોના વિકાસથી સુશાસનની સ્વરાજ્યથી સુરાજ્યની નેમ પાર પાડવા આ સુશાસન દિવસે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત 34 હજાર લાભાર્થીઓને સહાય-લાભ આપવાનું આયોજન કર્યુ છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગોના સમુહોને પર્યાપ્ત આવક આપવા અને સ્વરોજગાર ઊભા કરવા 30 હજારથી વધુ લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના અંતર્ગત વિનામૂલ્યે સાધનો-ઓજારો પણ આ 248 તાલુકાઓમાં વિતરીત કરાશે.