સુરત-

સુરતમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે સુરતમાં ફાયરના ઓફિસરો દ્વારા લાઉડસ્પીકર મૂકી લોકોને તકેદારી રાખવા તેમજ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

સુરતમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઈ રહ્યો છે દિવાળીના તહેવારમાં લોકોના ટોળા જોવા મળ્યા હતા અને ત્યારબાદ ફરી કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે તંત્ર ફરી એક વખત દોડતું થયું છે સુરત મહાનગર પાલિકા તેમજ ફાયરના અધિકારીઓ પણ જનજાગૃતિ અભિયાનમાં જોડાયા છે. સુરતમાં ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં લાઉડસ્પીકર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે અધિકારીઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે જેમ બને તેમ સોશ્યલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો, કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરો તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. સુરતમાં દિવાળીના દિવસો દરમ્યાન લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા.જેના કારણે હવે કોરોના કેસોમાં વધારો થતાં તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.જ્યાં સુરતમાં હાલ કોરોના ના કેસોમાં પાંચ ટકા જેટલો વધારો થતાં તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ સેન્ટરોમાં વધારો કરાયો છે.સ્કૂલ બાબતે પણ પાલિકાએ સ્કૂલ સંચાલક સાથે બેઠક કરી સૂચના આપવામાં આવી છે ઉપરાંત જો કોઈ સ્કૂલ નિયમોનું પાલન નહિ કરે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.