અંકલેશ્વર-

અંકલેશ્વરમાં રહેતા અગાઉ લાકડા રંગના વેપાર સાથે સંકળાયેલા હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહેલા હરીશ પટેલ અને મુંબઈના 65 વર્ષીય જૂથના બેન જૈન હાલમાં જ 16મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં લગ્નગ્રંથિથી જોડાયા છે. હરીશભાઇ પટેલના પત્નીનું હાલમાં જ મે માસમાં કોરોનાકાળ દરમિયાન અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ એકલા વાયા જીવનથી કંટાળી ગયા હતા. સામે પક્ષે જોષના બેનને ત્રણ સંતાન છે. તેમના પતિનું આશરે 10 વર્ષ પહેલા કેન્સરની બીમારીને પગલે નિધન થયું હતું. તેમના બે દિકરા અને દુબઈમાં સ્થાયી થયા છે. જ્યારે મોટી દીકરી મુંબઈમાં છે. જોકે જૂથના બેન એકલા રહેતા હોય હાલમાં કોરોના દરમિયાન એકલવાયા જીવનનો અહેસાસ કરી ચિંતાતુર થઇ ગયા હતા.

આ યુગલનો મનમેળ સુરતમાં થયો હોય રવિવારે સુરતમાં જ ડભોલી ગામના ફાર્મ હાઉસમાં તેઓએ સત્કાર સમારોહ એટલે કે મીની રિસેપ્શનનું આયોજન કર્યું હતું. રવિવારે લગ્ન બાદ હરીશભાઇ અને જોષનાબેને હનીમૂન ના ભાગરૂપે સાત દિવસનો પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું. જેમાં ત્રણ દિવસ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ હાઉસમાં, બે દિવસ પોઈયા અને પછી બે દિવસ સાપુતારામાં રહ્યા હતા. એટલું જ નહીં હરીશભાઈએ તો લગ્ન પછી આખી દુનિયા ફરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં દેશ વિદેશનો પ્રવાસ થઈ શકે એ માટે પણ તૈયારી દર્શાવી છે.