પાદરા

પાદરાના મુજપુર ખાતે બરોડા ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રેરિત ઉમેદવાર નરેન્દ્રભાઈ પટેલ (મુખી) દ્વારા સંમેલન યોજાયું હતું. ૨૮મીના રોજ બરોડા ડેરીની ચૂંટણી યોજાવાની છે. પાદરા ઝોનમાં દીનુમામા અને કોંગ્રેસના નરેન્દ્ર પટેલ -મુખી વચ્ચે ભારે હોડ જામી છે. બે દિવસ પહેલા પહેલા દીનુમામા દ્વારા દીનુમામા પોતાની સાથે ૮૦થી વધુ મતદારો હોવાનુ જણાવ્યું હતું.બુધવારે મુજપુર મહીં નદી કિનારે આવેલ ખાનગી રિસોર્ટમાં કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર નરેન્દ્ર પટેલ મુખી દ્વારા આયોજિત સત્કાર સંમેલનમાં મોટી સંખ્યામાં પાદરા શહેર તાલુકાના ડેરીના દૂધ ડેરીના પ્રમુખ અને મંત્રી અને ઉપસ્થિત રહ્યા હતા. અમુલ ડેરીના વાઈસ ચેરમેન અને બોરસદ તાલુકાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, પાદરા ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર, જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ મુબારક પટેલ, જિલ્લા પંચાયત માજી કારોબારી ચેરમેન અર્જુન પઢીયાર, સહિત શહેર તાલુકા કોંગ્રેસ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સંમેલનમાં અમૂલ ડેરીના ઉપપ્રમુખ રાજુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં જે પદ્ધતિથી ચાલી રહ્યું છે તેને કારણે દુઃખ થાય છે. દિલથી મતદાન કરશો તેમ જણાવ્યું હતું.