બાલાસિનોર, તા.૨૩ 

મહિસાગર જિલ્લામાં રોજેરોજ કોરોના પોઝિટિવના કેસની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. બુધવારે એકસાથએ ૧૮ કેસ નોંધાયા પછી હવે ગુરુવારે વધુ ૭ દર્દીઓ ઉમેરાયા છે, જેનાં કારણે જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણથી ભોગ બનેલાં કુલ દર્દીઓની સંખ્યા ૨૯૫ પર પહોંચી ગઈ છે. મહિસાગર જિલ્લામાં બાલાસિનોર અને લુણાવાડા હોટ સ્પોટ બની ગયાં છે. હવે વિશેષ સાવચેતીની જરૂર છે અત્યાર સુધીમાં કોરોના વાઇરસે ૧૭ જિલ્લાવાસીઓનો ભોગ લઈ લીધો છે. ઉલ્લેખનીય છે કે, મહિસાગર જિલ્લાના બાલાસિનોર અને લુણાવાડામાં રોજેરોજ નોંધાતા કોરોના સંક્રમણના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. બાલાસિનોર શહેરમાં કોરોના પોઝિટિવ ૪ કેસ આવ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૭૦૭૧ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી ૬૭૬૯ નેગેટિવ, જ્યારે ૨૯૫ પોઝિટિવ આવ્યા છે. હાલ ૧૮૭ દર્દીઓ સાજા થઇ પોતાના ઘરે પરત ફર્યા છે, જ્યારે ૮૪ એક્ટિવ કેસ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે, જેમાંથી કોરોનાના કારણે બેનાં મૃત્યુ, જ્યારે ૧૫ અન્ય કારણોથી મૃત્યુ પામ્યાં હતાં. ૫૧૪ વ્યક્તિને હોમ ક્વોરન્ટીન કરવામાં આવી છે.

ગુરુવારે મહિસાગરમાં ૧૮, એમાં બાલાસિનોરમાં ૧૨ ૧૮ પોઝિટિવ કેસ મળ્યાં હતાં

મહિસાગર જિલ્લામાં બુધવારે ૧૮ નવાં દર્દીઓ ઉમેરાયાં હતાં. બાલાસિનોરમાં છ મહિલા અને છ પુરુષ દર્દી નોંધાયા હતા. આ ઉપરાંત મહિસાગર જિલ્લામાં બુધવારે લુણાવાડામાં ૩, ખાનપુરમાં ૨, વિરપુરમાં ૧ મળી ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.