ઝાલોદ

સવારના સમયે ઝાલોદ બાયપાસ રોડ જલાઈમાતા થી આગળ નહેર પાસે રાજસ્થાન બાજુથી પુરપાટ દોડી આવતી આઈટેન ગાડી ચાલકની ગફલતને કારણે રોડની સાઈડમાં ઉભેલ અશોક લેલેન્ડ પીકપ ગાડીની પાછળ ધડાકાભેર અથડાઈ કાર ડિવાઇડર સાથે અથડાતા કારમાં બેઠેલ ચાલક સહિત બે જણા દબાઈ જતા અને તે જ સમયે કારમાં અચાનક આગ લાગતા ગાડી સળગી જતા કારમાં બેઠેલ બંને જણા બળીને ભડથું થઈ ગયાનું જાણવા મળ્યું છે.દાહોદ તાલુકાના ખંગેલા ગામના ખારાકુવા ફળિયામાં રહેતા નિતેશભાઇ કાનજીભાઈ મેડા તેમના કબજાની જીજે.૨૦.વી.૯૮૦૭ નંબરની અશોક લેલેન્ડ પીકપ ગાડીમાં દાહોદ જી.આઇ.ડી.સી માંથી તિજાેરીઓ ભરી રાજસ્થાન ભિલવાડા ખાતે ખાલી કરી પરત આવતા આજે સવારે આઠ વાગ્યાના સુમારે ઝાલોદ બાયપાસ રોડ પર જલાઈ માતાના માતાના મંદિરથી આગળ નહેર પાસે રોડની સાઈડમાં પોતાની પીકપ ગાડી ઉભી રાખી નજીકના કોતરમાં કુદરતી હાજતે ગયા હતા. તે દરમિયાન રાજસ્થાન બાજુથી પુરપાટ દોડી આવતી જીજે. ૦૫.સિકે.૮૨૩૮ નંબરની સફેદ કલરની આઈટેન ગાડી ચાલકની ગફલતને કારણે રોડની સાઈડમાં ઉભેલ અશોક લેલેન્ડ પીકપ ગાડીના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગાડીમાં બેઠેલ ડ્રાઇવર સહિત બે જણા દબાઈ ગયા હતા. તે જ વખતે આઈટેન ગાડી ડિવાઈડર સાથે અથડાતા કારમાં અચાનક આગ લાગી જતા જાેતજાેતામાં આખી કાર ભડકે બળવા લાગી હતી. પરંતુ ગાડીમાં બેઠેલ ચાલક સહિત બંને જણાને સળગતી કારમાંથી નીકળવાનો કોઈ મોકો ન મળતા બંને જણા કારમાં જ બળીને ભડથું થઇ જતાં બંનેના મોત નિપજયા હતા. ઘટનાની જાણ થતાં જ ઝાલોદ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિકોની મદદ લઇ આગ હોલવી બંને મૃતકોની બળીને ભડથું થઈ ગયેલી લાશ મહામુસીબતે કારમાંથી બહાર કાઢવામા આવ્યો હતો