વડોદરા, તા.૩૧

એમ.એસ. યુનિ.ની ૬૮૨ ટિચિંગ પોસ્ટ માટે ૨૦૧૯માં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ૯૩૮૦ ઉમેદવારોએ અરજી કરીને અરજી ફી પેટે રૂા.૭૫ લાખની રકમ યુનિ.ને મળી છે. ત્યાર પછી કોઈ પરિણામ જાહેર કરાયું નથી. જેથી સિન્ડિકેટની બેઠક સમયે જ બે સેનેટ સભ્યો દ્વારા યુનિ. વડી કચેરી ખાતે સિન્ડિકેટ રૂમની બહાર જ અરજી કરનારને ફી પરત આપવાની માગ સાથે ધરણાં યોજી વીસીને આવેદનપત્ર આપ્યું હતું.

યુનિ.ના સેનેટ સભ્ય કપિલ જાેશી અને ડો. નિકુલ પટેલએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, યુનિ.માં સેંકડો જગ્યાઓ અધ્યાપકોની એવી કે જ્યાં અધ્યાપાકો દ્વારા ઉચ્ચ શિક્ષણ ચાલી રહ્યું છે. આ બિનઅનુભવી શિક્ષકના ખભે જ આખી ફેકલ્ટીનો બોજાે નાખી દઈને સત્તાધીશો જલસા કરે છે. બીજી તરફ ફાઈન આર્ટઠસ, એમ.એસ.ડબ્લ્યુ વગેરે અભ્યાસક્રમોમ રીડર, પ્રોફેસરની અસંખ્ય જગ્યાઓ ખાલી હોવાથી ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળતું નથી.

બેરોજગારીમાં વિશ્વવિક્રમી રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. સેંકડો વિદ્યાર્થીઓ પીએચડીની પદવી ઉપરાંત જીસેટ કે નેટ પાસ કરીને કાગળોને નોકરીની પ્રતીક્ષા કરતા હોય છે. વરસો સુધી જગ્યાઓ પડતી ન નથી. યુનિ. દ્વારા ૨૦૧૯માં ૬૮૨ ટિચિંગ સ્ટાફની જગ્યાઓની જાહેરાત આપી હતી. જગ્યાઓ માટે ૯૩૮૦ ઉમેદવારોએ અરજી કરી અરજી સાથે જ નોકરી મળે કે ન મળે પૈસા તો ભરવાના જ હોય છે. જે રકમ ૭૫ લાખ જેટલી યુનિ.ને મળી હતી. આ ભરતીપ્રક્રિયા અભરાઈએ ચઢાવી દેવામાં આવી છે. યુનિ.ના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી. ૧૦મી ફેબ્રુઆરીએ વીસીની ટર્મ પૂરી થઈ જાય છે તેથી પાછી ભરતીની પ્રક્રિયા ઠપ થઈ જશે. ત્યારે તાકીદે આ ઉમેદવારોના પૈસા એમને પરત કરવામાં આવે. જાે કે, સિન્ડિકેટની બેઠક ચાલુ હોઈ અંદર પ્રવેશવા નહીં દેવાતાં બંને સેનેટ સભ્યોએ સિન્ડિકેટ બેઠક રૂમની બહાર જ લગભગ ચાર કલાક ધરણાં કર્યાં હતાં અને બેઠક પૂરી થયા બાદ વીસીને આવેદનપત્ર આપ્યું હતું.