ગાંધીનગર-

ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે રોજના ઘણા લોકો અપડાઉન કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઇલેકટ્રીકબ સ દોડાવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેને લઇને રોજ મુસાફરી કરતા લોકોને ઘણી રાહત મળશે ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે ઇલેકટ્રીક બસ દોડાવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. હાલ ટ્રાયલ બેઝ પર ઇલેકટ્રીક બસ સેવા શરુ કરવામાં આવશે.  

કોરોનાકાળ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર-અમદાવાદમાં પ્રદૂષણ અટકાવવા આ અંગેનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ બસમાં ૨૦ જેટલા મુસાફર મુસાફરી કરી શકશે. રાજ્ય સરકારે એપ્રિલ ૨૦૨૧માં ઇલેકટ્રીક બસ સેવા શરુ કરાશે, શરુઆતમાં ૩૦ જેટલી ઇલેકટ્રીક બસ દોડશે.

રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર અને અમદાવાદમાં પ્રદૂષણને ઘટાડવા માટે ઇલેક્ટ્રિક બસો દોડાવામાં આવશે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર જાેકે પ્રથમ તબક્કે ૧ બસની ટ્રાયલ કર્યા બાદ તેને મંજૂરી આપ્યા પછી જ એસ ટી નિગમ દ્વારા ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ૩૦ ઇલેક્ટ્રિક બસો દોડાવાશે. એસી, અવાજ નહીં કરે તેવી તેમજ ઓછા સીટીંગ વાળી અને પ્રદૂષણ મુક્ત બસ હોવાનું એસ ટી નિગમના આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

આમ જ્યારે પ્રદૂષણના પગલે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સમગ્ર દુનિયાને સતાવી રહી છે. ત્યારે પ્રદૂષણને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક્લ બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા નાણાંકીય વર્ષ, ૨૦૨૧-૨૨ના બજેટમાં તેની ખાસ જાેગવાઇ કરીને જરૂરી નાણાં ફાળવવામાં આવશે. જાેકે હાલમાં ઇલેક્ટ્રિક્લ બસની મંજૂરી સહિતની કામગીરી રાજ્ય સરકારમાં ચાલી રહી છે. ઉપરાંત કંઇ કંપનીની બસો મંગાવવી સહિતની કાર્યવાહી કરાઈ રહી છે.