ભરુચ

રાજ્યમાં દર 15 દિવસે કચ્છમાં ભુકંપના હળવા આંચકા અનુભવાતા હોય છે.આજે બપોરે લગભગ ચાર સાડા ચારની વચ્ચે રાજ્યના અનેક જગ્યાએ ભુકંપના આંચકા અનુભવાયા હતા.

ભરૂચ સાથે ધરોઈ, ભચાઉ, કચ્છ, પાલઘરમાં ભુંકપના આચકા અનુભવાયા હતા,ભરુચમાં ભરૂચમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો ભૂકંપ અંગે ભરૂચ કલેકટરે જાણ કરી હતી.ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી 7 કી.મી.ઝઘડિયાના મુલદ ગોવાલી વચ્ચે રહ્યુ હતું.