વડોદરા તા.૧૮

સન ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા બૉમ્બ ધડાકાના આતંકી કૃત્ય સાથે સંકળાયેલા વડોદરાના કયામુદ્દીન કાપડિયાને વડોદરા ખાતે પેરોલ ઉપર લાવવામાં આવ્યો હતો. બાળકોના શિક્ષણના આયોજન માટે તેને પેરોલ આપવામાં આવ્યા છે. આગામી તારીખ ૨૭ જુલાઈ સુધી તેને પેરોલ આપવામાં આવ્યો હોવાથી વડોદરા સ્થિત કયામુદ્દીનના ઘર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નીચલી અદાલતે અમદાવાદ બૉમ્બ ધડાકા કેસમાં વડોદરાના આરોપી કયામુદ્દીન કાપડિયાને દોષિત ઠેરવી ૨૦૨૨માં ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. બૉમ્બ ધડાકા કેસમાં સજા પામેલા કયામુદ્દીન પોલીસ પહેરા વચ્ચે તેના ઘરે લાવવામાં આવ્યો તે સમયે તેના ચહેરા પર સ્મિત જાેવા મળ્યું હતું.