અંક્લેશ્વર, અંકલેશ્વર શહેર ના કાગદીવાડ માં પત્ની ની કરપીણ હત્યા કર્યા બાદ પતિએ પણ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી,સર્જાયેલી ઘટના બાદ ચાર સંતાનો એ માતા પિતા ની છત્રછાંયા ગુમાવી દીધી હતી.ઘટના પાછળ ગૃહકલેશ કે અન્ય ક્યુ કારણ જવાબદાર છે,તે અંગે પોલીસે તપાસ શરુ કરી હતી.

અંકલેશ્વર શહેર ના કાગદીવાડમાં રહેતા અને શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હબીબબુર રહેમાન કાગઝી પત્ની સાહિનબાનુ અને ચાર સંતાનો નો પરિવાર હતો, બન્યુ કંઈક એવુ કે તારીખ ૪થી એપ્રિલ રવિવારની સવારે હબીબબુર કાગઝી એ પત્ની સાહિનબાનુ ના માથામાં લોખંડની પાઇપ નો ફટકો માર્યો હતો, અને પત્ની ઘર ના દરવાજા પાસે જ લોહીના ખાબોચિયા માં ઢળી પડી હતી.જ્યારે પત્નીની હત્યા બાદ હબીબબુરે ઘરના ઉપરના માળે જઈને પોતાના હાથપર કોઈક હથિયાર વડે હાથની નશ કાપવાની કોશિશ કરી હતી, અને ત્યારબાદ ગળે ફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ચાર સંતાનો એ માતાપિતા ની છત્રછાંયા ગુમાવી દીધી હતી.ઘટના અંગે શહેર પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને સાહિનબાનુ અને હબીબબુર નો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.આ ઘટના પાછળ જવાબદાર ગૃહકલેશ છે કે અન્ય કોઈક કારણ તે અંગેની હકીકત જાણવા માટે પોલીસ દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે.માતાપિતાની છત્રછાંયા ગુમાવનાર બાળકો ના નિવેદનો લેવાની તજવીજ પણ પોલીસે કરી હતી. કાગદીવાડ માં જ રહેતા મૃતક સાહિનબાનુ ના ભાઈ ગુલામ મોહમદ એ ઘટના અંગે જણાવ્યુ હતુ કે હું સવારે શાકમાર્કેટમાં મારા બનેવી ની રાહ જાેતો હતો પરંતુ તેઓ સમયસર ન આવતા ઘરે ફોન કર્યા હતા , જે નો રીપ્લાય થયા હતા, અને બાદમાં અમારા ઘરે થી ફોન આવ્યો હતો અને ઘટના અંગેની જાણ થઇ હતી, તેમના બાળકો પણ ઘરે હતા નહિ તેથી ઘટના પાછળ ક્યુ કારણ જવાબદાર છે.