/
આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર રૂપિયા ૫૦ હજારની લાંચ લેતા દાહોદ એસીબીના હાથે રંગે હાથ પકડાયો

દાહોદ : ઝાલોદ તાલુકાના એક જાગૃત નાગરિકે સરકારની મનરેગા યોજના અંતર્ગત કરેલ કોઝવે (પાણીના નાળા) બનાવવાની કામગીરી અંગેના તેઓના પોતાના રૂપિયા ૪૨,૯૩,૪૪૧/-ની કુલ કિંમતના ચાર બિલો મંજૂર થવા સારું ઝાલોદ તાલુકા પંચાયત કચેરીના મનરેગા વિભાગના કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહનસિંહ ગોપાલસિંહ કટારાને કાયદેસરની પ્રક્રિયા અનુસરી આપ્યા હતા. જે બીલો મંજૂર કરી આપવા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહનસિંહ કટારાએ બિલોની કુલ રકમની ૧૦% રકમની જાગૃત નાગરિક પાસે માંગણી કરી હતી. પરંતુ તે જાગૃત નાગરિક પાસે પુરા પૈસાની સગવડ ન હોવાથી તેને આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહનભાઈ કટારાને રૂપિયા ૫૦ હજાર આપવા જણાવી બાકીના પૈસા પછી કરી આપવા જણાવ્યું હતું. પરંતુ તે જાગૃત નાગરિક લાંચની રકમ રૂપિયા ૫૦ હજાર આપવા માંગતા ન હોવાથી તેને આ સંબંધે દાહોદ એસીબી કચેરીએ આવી આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેથી ગતરોજ તારીખ ૩૦-૧૦-૨૦૨૩ ને સોમવારના રોજ નક્કી કર્યા મુજબ ઝાલોદ બાયપાસ રોડ ઠૂઠી કંકાસિયા ચોકડી પર દાહોદ એસીબી પીઆઇ કે.વી ડીંડોરે ગોધરા પંચમહાલ એકમ એસીબીના મદદનીશ નિયામક બી એમ પટેલના સુપરવિઝન હેઠળ લાંચના છટકાનું આયોજન ગોઠવ્યું હતું અને પંચની હાજરીમાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહનસિંહ ગોપાલસિંહ કટારાએ જાગૃત નાગરિક પાસેથી હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૫૦ હજારની લાંચની માગણી કરી લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ જતા જિલ્લામાં લાંચિયા અધિકારીઓ તથા લાંચિયા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution