દેવગઢ બારિયા, દાહોદ શહેરમાં શિયાળાની જમાવટની સાથે સાથે ચોરીના બનાવની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. તેવા સમયે ગતરાતે દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં ચોરી કરવાના ઇરાદે આવેલ એક શખ્સને લોકોએ રંગેહાથ ઝડપી પાડી ટાઉન પોલીસને સુપરત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ ગત રાતે શહેરના ગોદી રોડ વિસ્તારમાં ચોરી કરવાના ઇરાદે આવેલ એક તસ્કર એક રહેણાંક મકાનની બહાર પાર્ક કરેલ રિક્ષામાંથી કઈક ચોરી કરી રહ્યો હતો તે સમયે ખખડાટ થતા ઘર ઘણી જાગી ગયો હતો અને તેને તે વિસ્તારના પાલિકા સદસ્ય લખનભાઈ રાજગોરને પોતાના મોબાઈલથી આ અંગેની જાણ કરી હતી. જેથી લખનભાઈ રાજગોર તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળ પરથી ચોરી કરવા આવેલ ઈસમને ઝડપી પાડયો હતો. પૂછપરછ કરતા ઇસમ આમલી છરછોડા ગામનો હોઈ અને તેની પાસે અમદાવાદ જવાના ભાડાના પૈસા ના હોવાથી તે પૈસા માટે ચોરીની વારદાતને અંજામ આપવા આવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી દાહોદ ટાઉન પોલીસને બોલાવી ઈસમને સુપરત કર્યો હતો. આ તસ્કરે ચોરી કરવા આવ્યો હોવાની કરેલી કબૂલાત કેટલી સાચી છે અને અગાઉ કેટલી ચોરીઓની વારદાતને અંજામ આપ્યો છે.