/
વાઇબ્રન્ટ સમિટમાં જાપાન મોટાપાયે ગુજરાતમાં રોકાણમાં સહભાગી બનશે

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુંબઈ સ્થિત જાપાનના નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ડો. ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોન્સ્યુલ જનરલે જણાવ્યું કે, આગામી વાઇબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટાપાયે રોકાણમાં સહભાગી થશે. સીએમ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે, કોરોનાની સ્થિતિ અને ત્યારબાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની બની છે. એફ.ડી.આઇ રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકની વિવિધ ચર્ચાઓ દરમ્યાન ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ભૂમિકા આપતા સ્પષ્ટપણે કહ્યું કે, જાપાન ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે તો આર્થિક અને ઔદ્યોગિક શકિત તરીકે વિશ્વના અન્ય વિકસિત દેશો કરતા આગળ વધી શકે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાપાનના વડાપ્રધાનની ભારત-ગુજરાત-અમદાવાદની મુલાકાતની યાદ તાજી કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાતથી ગુજરાતને પણ મહત્તમ લાભ થયો છે. વિજય રૂપાણીએ કોરોનાના કપરાકાળ વચ્ચે પણ જાપાને સફળતાપૂર્વક ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરીને પોતાની ક્ષમતા વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુંબઈ સ્થિત જાપાનના નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ડો. ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution