બાંગ્લાદેશેઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં ધૂળ ચટાવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, ઓગ્સ્ટ 2026  |   2673


બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટ મેચમાં હરાવી ઈતિહાસ રચી દીધો છે. ડાર્વિનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને ૯ વિકેટે કારમો પરાજય આપ્યો છે. બાંગ્લાદેસ માટે આ ટેસ્ટ જીત ઐતિહાસિક છે, કારણ કે તેણે પ્રથમવાર ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવ્યું છે. બાંગ્લાદેશે ચોથા દિવસે બીજા સત્રમાં કાંગારૂઓને ધૂળ ચટાવી છે.ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને ૫૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. બાંગ્લાદેશે એક વિકેટ ગુમાવી આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. પ્રથમ ઈનિંગમાં ૧૦૧ રન બનાવનાર ઓપનર તનઝીદ હસન બીજી ઈનિંગમાં શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. પરંતુ બાંગ્લાદેશ પર તેની કોઈ અસર પડી નહીં. બાંગ્લાદેશ માટે બીજી ઈનિંગમાં શદનામ ઇસ્લામે અણનમ ૨૫ અને મોમિનૂલ હકે અણનમ ૩૦ રન ફટકાર્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે ૪ વિકેટ પર ૧૬૧ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ચોથા દિવસે કેમરૂન ગ્રીને પોતાની સદી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગમાં ૨૮૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કેમરૂન ગ્રીને ૧૦૪ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં મેહદી હસન મિરાઝે ૬૬ રન આપી પાંચ વિકેટ લીધી હતી. આ સિવાય હસન મહમુદને ત્રણ સફળતા મળી હતી.

ડાર્વિન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર ૧૯૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ ૭૧ રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે ૫૫ રન આપી છ સફળતા મેળવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution